રેશનકાર્ડના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ખરેખર, વિભાગ સરકારી રેશનની દુકાનોમાંથી રેશન લેનારા લાયકાત ધરાવતા લોકો માટે નક્કી કરેલા ધોરણમાં ફેરફાર કરી રહ્યું છે.
રેશનકાર્ડના લાભાર્થીઓ માટે આવ્યાં Good News
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રેશન કાર્ડના નિયમોમાં કરી રહ્યું છે ફેરફાર
દેશમાં 80 કરોડ લોકો ફૂડ સિક્યોરિટી એક્ટનો ઉઠાવી રહ્યાં છે લાભ
સંપન્ન લોકો પણ લઇ રહ્યાં છે લાભ
નવુ પ્રમાણભૂત બંધારણ હવે લગભગ તૈયાર થયુ છે. આ સંદર્ભે રાજ્ય સરકારોની સાથે ઘણા સમયથી બેઠક ચાલી રહી છે. આવો જાણીએ છીએ શું હશે નવી જોગવાઈમાં. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ મુજબ, અત્યારે આખા દેશમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ ઉઠાવી રહ્યાં છે. જેમાંથી ઘણા લોકો એવા પણ છે, જે આર્થિક રીતે સંપન્ન છે. જેને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ મંત્રાલય નક્કી કરેલા ધોરણમાં ફેરફાર કરી રહ્યાં છે. હવે નવા ધોરણને સંપૂર્ણ પારદર્શી બનાવવામાં આવશે. કારણકે કોઈ પણ પ્રકારની ગડબડ હોઈ ના શકે.
શું થઇ રહ્યાં છે ફેરફાર
આ સંદર્ભે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જણાવ્યું કે ધોરણમાં ફેરફારને લઇને છેલ્લાં છ મહિનાથી રાજ્ય સરકારોની સાથે બેઠક ચાલી રહી છે. રાજ્યો દ્વારા કરવામાં આવેલી ભલામણને સામેલ કરીને લાયકાત ધરાવતા લોકો માટે નવા ધોરણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં આ ધોરણ ફાઈનલ કરી દેવામાં આવશે. નવા ધોરણ લાગુ થયા બાદ ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને લાભ મળશે. ગેરલાયક લોકો લાભ નહીં મેળવી શકશે. આ ફેરફાર જરૂરીયાતમંદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ મુજબ અત્યાર સુધી વન નેશન, વન રેશનકાર્ડ યોજના ડિસેમ્બર 2020 સુધી 32 રાજ્યો અને યુટીમાં લાગુ થઇ ચૂક્યા છે.