ration card govt cut wheat quota under pmgkay add more rice
નવો નિયમ /
રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સરકારે નિયમો બદલ્યા, આવતા મહિનાથી ઘઉં ઓછા મળશે
Team VTV01:59 PM, 09 May 22
| Updated: 02:04 PM, 09 May 22
જો આપ પણ રાશન કાર્ડ ધારક છો, તો આ સમાચાર આપના માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટા વધારી દીધો છે.
રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર
મફત રાશનના નિયમોમાં ફેરફાર કર્યો
આગામી દિવસોમાં કોટામાં ઘઉં ઓછા આવશે
જો આપ પણ રાશન કાર્ડ ધારક છો, તો આ સમાચાર આપના માટે ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉંનો કોટા ઘટાડીને ચોખાનો કોટા વધારી દીધો છે. આ ફેરફાર કેટલાય રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામા આવ્યો છે. તેનાથી રાશન કાર્ડ ધારકોને પહેલાથી સરખામણીએ ઓછા ઘઉં મળશે.
આ યોજના અંતર્ગત 25 રાજ્યોના કોટામાં કર્યો ફેરફાર
હકીકતમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મેથી સપ્ટેમ્બર સુધી ફાળવવામાં આવતા ઘઉંના કોટામાં ઘટાડો કરી દીધો છે. ત્યાર બાદ ત્રણ રાજ્ય જેમાં બિહાર, કેરલ અને ઉત્તર પ્રદેશમાં મફત વિતરણ માટે ઘઉં નહીં આપવામાં આવે. આ ઉપરાંત દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના કોટામાં ધટાડો કરવામાં આવ્યો છે. બાકીના 25 રાજ્યોમાં ઘઉંના કોટામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઘઉંના કોટાની સામે ચોખા આપવામાં આવશે
કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોમાં આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે મેથી સપ્ટેમ્બર સુધી બાકીના 5 મ હિનામં 36 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોખા અને ઘઉંની ફાળવણીમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે કહ્યું કે, ઘઉંના કોટાની ભરપાઈ ચોખા આપીને કરવામાં આવશે.
ઘઉંની ઓછી ખરીદી થઈ હોવાનું મુખ્ય કારણ
રાજ્યો માટે ઘટાડેલા ઘઉંના કોટા પાછળ ઘઉંની ઓછી ખરીદી કરી હોવાનું કહેવાય છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખા વધારે ફાળવવામાં આવ્યા છે. એટલી જ માત્રામાં ઘઉંની બચત થશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે તબક્કામાં વેપાર પરામર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.