બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Rare event of Corona era, new variant spread by post, study claims world tensions

ખરેખર ગંભીર / કોરોના કાળની દુર્લભ ઘટના, ટપાલ દ્વારા ફેલાયો નવો વેરિયન્ટ,સ્ટડીના દાવાથી દુનિયા ટેન્શનમાં

Hiralal

Last Updated: 06:25 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનની રાજધાની બેઈજિંગમાં ટપાલ મારફતે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો હોવાનું સ્ટડીમાં બહાર આવ્યું છે.

  • ચીનમાં સ્ટડીમાં  મોટો દાવો
  • બેઈજિંગમાં ટપાલ દ્વારા ફેલાયો ઓમિક્રોન
  • ઈન્ટરનેશનલ ટપાલના આગમન બાદ મહિલા થઈ સંક્રમિત
  • મહિલાના સંપર્કમાં આવેલા બીજા પાંચ લોકો થયા હતા સંક્રમિત
  • દુનિયામાં પહેલી વાર ટપાલ દ્વારા કોરોના ફેલાયાનું સામે આવ્યું 

ચીનમાં કોરોનાના પ્રસારને લઈને જે નવો દાવો કરાયો છે તે ખરેખર ખતરનાક છે. તાજેતરમાં ચીનમાં કરાયેલા એક સ્ટડીમાં જણાવાયું છે કે બેઈજિંગમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ટપાલ દ્વારા ફેલાયો છે. બેઈજિંગમાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં દાવો કરાયો હતો કે ટપાલ દ્વારા ઓમિક્રોનનું નવું સ્વરુપ ફેલાયું છે. ઓમિક્રોનના આ નવા સ્વરુપે પ્રથમ મહિલાને ઝપેટમાં લીધી હતી અને ત્યાર બાદ તેના સંપર્કમાં આવેલા બીજા પાંચ લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. 

ટપાલ પર મળેલા નવા વેરિયન્ટે પાંચ લોકોને સંક્રમિત કર્યાં હતા 

સીડીસી બેઈજિંગના સ્ટડી અનુસાર, 15 જાન્યુઆરીએ હૈદિયાન જિલ્લામાં 26 વર્ષીય મહિલા વધારે પડતા થાક અને તાવ બાદ કોરોના સંક્રમિત નીકળી હતી. પાછળથી તે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. સાત દિવસ બાદ આ મહિલાના સંપર્કમાં આવેલા પાંચ લોકો પણ ઓમિક્રોન ગ્રસ્ત થયા હતા. સ્ટડીના લેખકોએ કહ્યું કે બેઈજિંગમાં એક જગ્યાએ ઓમિક્રોનના આટલા કેસ પહેલી વાર નોંધાયા છે. 

અમેરિકાના મહામારી નિષ્ણાંતે શું કહ્યું જાણો 

અમેરિકાના મહામારી નિષ્ણાંત ડોક્ટર એરિક ફેઈગલ ડિંગે કહ્યું કે જાન્યુઆરી મહિનામાં ચીનની સીડીસીએ એવો રિપોર્ટ આપ્યો હતો કે ઓમિક્રોન ઈન્ટરનેશનલ પોસ્ટલ લેટર (ટપાલ) દ્વારા ફેલાયો હોઈ શકે છે. ઓમિક્રોનનું આ સ્વરુપ બીજા કેસો કરતા અલગ છે અને તે સાઉથઈસ્ટ એશિયા અને નોર્થ અમેરિકા સાથે સંબંધિત છે. 

સંક્રમણના બે દિવસ પહેલા વિદેશમાંથી બેઈજિંગમાં ઈન્ટરનેશનલ મેઈલ આવ્યો હતો 
અમેરિકી મહામારી નિષ્ણાંતે કહ્યું કે જાન્યુઆરીમાં બેઈજિંગમાં ભયાનક ઠંડી હતી તેને કારણે પણ આવું બન્યું હોય. તેમણે કહ્યું કે ઈન્ફેક્શનના મૂળને શોધી કાઢવા ફિલ્ડ ઈન્વેસ્ટીગેશન કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે સંક્રમણની શરુઆતના બે દિવસ પહેલા ઈન્ટરનેશનલ મેઈલ ડોક્યુમેન્ટ મળ્યાં હતા. 7 જાન્યુઆરીએ વિદેશમાં ટપાલ આવી હતી. 

કોરોના સપાટી દ્વારા ફેલાઈ શકે છે-નિષ્ણાંતો

અન્ય નિષ્ણાતો પણ સંમત થયા હતા કે સપાટી દ્વારા ચેપનો ફેલાવો નકારી શકાય નહીં, પરંતુ હવા દ્વારા ફેલાવો ચેપના પ્રસારણનો પ્રાથમિક સ્ત્રોત છે. વાઈરોલોજિસ્ટ અને જીનોમ સિક્વન્સિંગ એક્સપર્ટ અનુરાગ અગ્રવાલના મતે, 'દુર્લભ વસ્તુઓ' હંમેશા બની શકે છે. અગ્રવાલે કહ્યું, 'કોરોના વાયરસના ચેપ માટે જ હવા દ્વારા ચેપ ફેલાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (SOP) ચાલુ રાખવી જોઈએ.ગયા વર્ષે એપ્રિલમાં 'ધ લેન્સેટ'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે SARS-CoV-2 વાયરસ મુખ્યત્વે હવા દ્વારા ફેલાય છે તે સાબિત કરવા માટે મજબૂત પુરાવા છે. નિષ્ણાતો એમ પણ માને છે કે ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી, છીંક દ્વારા ઉત્પન્ન થતી નાની ટીપાઓ સપાટી પર ફેલાઈ શકે છે જે ચેપના સ્ત્રોત તરીકે કામ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ