બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rapid action force flag march at sensitive area

VIDEO / ગીર-સોમનાથમાં મોટી સંખ્યામાં જવાનો સાથે રેપિડ એક્શન ફોર્સનું ફ્લેગમાર્ચ, સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ઍલર્ટ

Khyati

Last Updated: 12:52 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના વેરાવળમાં હનુમાન જયંતિના પર્વે બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો. કેસરી ધજા ફરકાવવા મામલે થયો હતો હોબાળો

  • પ્રભાસ પાટણ સોમનાથમાં હનુમાન જયંતિએ થયો હતો હોબાળો
  •  કેસરી ધ્વજ ફરકાવવા મામલે થયો હતો હોબાળો
  • કેન્દ્રીય રેપિડ એક્શન ફોર્સ દ્વારા કરાઇ ફ્લેગમાર્ચ

રામનવમી બાદ હનુમાન જયંતિના દિવસે પણ કોમી હિંસા જોવા મળી હતી.  વેરાવળમાં  હનુમાન જયંતિએ હોબાળો થયો હતો.  ધાર્મિક સ્થાન પર કેસરી ધ્વજ ફરકાવવાના મામલે હોબાળો થયો હતો.  હોબાળા બાદ પ્રભાસ પાટણ સોમનાથમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.   હનુમાન જયંતિના દિવસે વિવાદિત વીડિયો વાયરલ થયા હતા જે બાદ કેન્દ્રીય રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી.

પ્રભાસ પાટણ સોમનાથમાં ફ્લેગમાર્ચ

કેન્દ્રીય રેપિડ એક્શન ફોર્સ દ્વારા  સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં જાણકારી લેવા ફ્લેગમાર્ચ કરવામાં આવી. સ્થાનિક પોલીસના સ્ટાફને સાથે રાખીને ફ્લેગમાર્ચ યોજાઇ. પ્રભાસ પાટણ શિવ ચોકીથી મેઇન બજાર સહિતના વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. 

શું બન્યો હતો બનાવ ? 

મહત્વનું છે કે ગીર સોમનાથના વેરાવળમાં 16 એપ્રિલ હનુમાન જયંતિના અવસરે બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો. ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવતા વિવાદ થયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.  આ મામલે  વેરાવળ પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા હતા. બંન્ને કેસમાં અત્યાર સુધી 30 આરોપીની અટકાયત કરવામાં આવી છે.  વિવાદિત વીડિયો વાયરલ કરનાર શખ્સની પણ અટકાયત કરવામાં આવી હતી.

ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના પર્વે ભારે હિંસા થઇ હતી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમાં ખંભાત અને હિંમતનગરમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં કેટલાંક અસામાજિક તત્વોએ વાહનો સળગાવ્યા હતાં તો પોલીસ પર પણ પથ્થરમારો કરાયો હતો. તો બીજી બાજુ ખંભાતમાં પણ વાતાવરણ ગરમાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ