બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 05:10 PM, 10 June 2023
ADVERTISEMENT
જેતપુરની એક ખાનગી શાળા ચર્ચાના એરણે ચડી છે. યલ્લો એજ્યુકેશન ખાનગી શાળામાં ધર્મને લઈને વિવાદ છેડાયો છે. જેમાં શાળાનો કથિત ઓડિયો પણ વાયરલ થયો છે. આ દરેક વાલી અને શિક્ષકની વાતચીત સામે આવી જેમાં ગંભીર આરોપ લાગી રહ્યા છે કે મુસ્લિમ શિક્ષક મુસ્લિમ સમાજના પાઠ પર વધુ ભાર આપતાવ હોવાની રાવ ઉઠી છે. જેને લઈને આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ADVERTISEMENT
વાલીએ પોતાના બાળકનું LC કાઢવા ઉચ્ચારી ચીમકી
આ મામલે વાલીએ મુસ્લિમ શિક્ષકો સામે રોષ ઠાલવી પોતાના બાળકનું LC કાઢવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી દીધી હતી.સ્કૂલમાં ધાર્મિક ભેદભાવ રાખીને અભ્યાસ કરવામાં આવતો હોવાનો શિક્ષક પર ધગધગતા આરોપ લાગતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે શિક્ષક સામેં ચોંકાવનારા આરોપ લગાવનાર વાલી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તો શિક્ષક સામેના આરોપને અન્ય વાલીઓએ પાયાવિહોણાં ગણી અહીં કોઈ પણ વિવાદિત કૃત્ય ન થતા હોવાનો દાવો કર્યો હતો. હાલ આ મામલે તંત્ર દોડતું થયુ છે અને આક્ષેપ મામલે તપાસ શરૂ કરાઇ છે.
સ્કૂલના સંચાલકો અને અન્ય વાલીઓએ ઘટનાનું ખંડન કર્યું
ખાનગી સ્કૂલ અંદર રિલિજન્સના ભેદભાવના પાઠ ભણાવતા હોવાની વાતને નકારી કાઢી અન્ય વાલીઓએ કહ્યું કે તમે ગમે ત્યારે સ્કૂલે આવીને તપાસ કરવાની છૂટ છે. પ્રથમ ભગવાન રામના નામની પ્રાર્થના બાદ જ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે છે તેવો દાવો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.