બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Rana approved as replacement for Vastrakar in India Squad

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ / T20 સેમિફાઈનલ પહેલા ભારતીય મહિલા ટીમને ઝટકો, ઓલરાઉન્ડર થઈ આઉટ, કેપ્ટન પણ બીમાર

Hiralal

Last Updated: 03:12 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી20 સેમિફાઈનલની મેચ પહેલા ભારતીય મહિલા ટીમમાંથી સ્ટાર બેટર પૂજા વસ્ત્રાકરને બીમારીને કારણે આરામ અપાયો છે.

  • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે ટી20 સેમિફાઈનલ મુકાબલો
  • ટીમ ઈન્ડીયાની સ્ટાર બેટર પૂજા વસ્ત્રાકર મેચ પહેલા થઈ બહાર
  • શ્વાસની તકલીફને કારણે પૂજાને ટીમ ઈન્ડીયામાંથી આરામ અપાયો 
  • પૂજાને બદલે સ્નેહ રાણા સેમિફાઈનલમાં રમશે 

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરના રૂપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પૂજા વસ્ત્રાકર સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ 2023માં અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે બહાર થઈ ગઈ છે. 

પૂજા વસ્ત્રાકરને બદલે સ્નેહ રાણાને ટીમમાં લેવાઈ 
ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ સહિત કુલ 47 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા સ્નેહ રાણાને ભારતીય ટીમમાં સામેલ કરાઈ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે રિપ્લેસમેન્ટની માગ કરી છે, જેની પુષ્ટિ ખુદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે (આઇસીસી) કરી છે.

કેપ્ટન હરમનપ્રીત કૌર પણ બીમાર 
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ બીમાર હોવાનું કહેવાય છે. બુધવારે સાંજે હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કેપ્ટન હરમનપ્રીત કૌર મેચ અગાઉ અનફિટ રહશે તો સ્મૃતિ મંધાના કેપ્ટનશીપ કરતી જોવા મળશે. 

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

આઈસીસી મહિલા વિશ્વ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ આજે રમાશે, જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ સેમીફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની શાખ દાવ પર લાગી છે. જો મેચમાં ભારત જીતશે તો વર્લ્ડ કપની ફાઈનલમાં આવશે અને હારશે તો વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. 

ભારત જીતશે તો ચમત્કાર જ ગણાશે 
ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયા સામેનો આ સેમીફાઈનલ મુકાબલો આસાન નથી રહેવાનો, કારણ કે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટી-20નો રેકોર્ડ અત્યંત કંગાળ છે અને જો ભારત જીતશે તો મોટો ચમત્કાર જ ગણાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ