બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / વડોદરા / Ram Rajya in the government offices of Gujarat! Surat-Vadodara offices are empty even at 10:30 am

VTV રિયાલિટી ચેક / ગુજરાતની સરકારી ઓફિસોમાં રામ રાજ્ય! સવારના 10:30 વાગ્યે પણ સુરત-વડોદરાની કચેરીઓ ખાલીખમ

Priyakant

Last Updated: 03:36 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વડોદરા અને સુરતની સરકારી કચેરીઓમાં VTVએ આજે સવારે રિયાલિટી ચેક કર્યું, અધિકારીઓની ગેરહાજરી જોવા મળી

  • વડોદરા અને સુરતની ની સરકારી કચેરીમાં રિયાલિટી ચેક 
  • સરકારી કચેરીઓમાં નથી આવ્યા અધિકારી
  • સરકારી કર્મચારીઓ સમયને ક્યારે આપશે મહત્વ?

ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીમાં બાબુઓની લાલિયાવાડી સામે આવી છે. જોકે આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વડોદરા અને સુરતની સરકારી કચેરીઓમાં VTVએ આજે સવારે રિયાલિટી ચેક કર્યું હતું. VTVના રિયાલિટી ચેકમાં અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. આ દરમિયાન વડોદરામાં જાહેર બાંધકામ વિભાગ, સિટી સરવે અને કાર્યપાલક ઈજનેર 10.30 વાગ્યા સુધી ઓફિસ પહોંચ્યા ન હતા. આ તરફ સુરતમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં કોઈ અધિકારી સમયસર ન આવ્યા. મહત્વનું છે કે, સવારે 10.30 કલાકે કચેરીમાં અધિકારીઓએ હાજર થવાનું હોય છે.  

વડોદરાની સરકારી કચેરીઓમાં VTV NEWSનું રિયાલિટી ચેક
VTV NEWSની ટીમ દ્વારા આજે સવારે વડોદરાની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી ઓફિસમાં સવારે 10:30 વાગ્યા છતાં અધિકારીઓની ઓફિસો ખાલી જોવા મળી હતી. 10.30 વાગ્યે પણ અધિકારીઓ ઓફિસ પહોંચ્યા નહોતા.

VTV NEWSના રિયાલિટી ચેકમાં જાહેર બાંધકામ વિભાગમાં અધિકારીઓ સમયસર ઓફિસ નહોતા પહોંચ્યા. આ સાથે સિટી સરવે અને કાર્યપાલક ઈજનેર પણ ઓફિસ નહોતા આવ્યા. સવારે 10:30 નો ઓફિસ સમય છતાં અધિકારીઓ મોડા આવતા હોવાથી સરકારી ઓફિસોમાં રામ રાજ્ય ચાલી રહ્યું છે. 

સુરતની સરકારી કચેરીનું રિયાલિટી ચેક
આ સાથે આજે સવારે  સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ VTV NEWSની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તો સુરત કલેક્ટર કચેરીમાં પણ કોઈ અધિકારી આવ્યા નહોતા.

મહત્વનું છે કે, સવારે 10.30 કલાકે કચેરીમાં અધિકારીઓએ  હાજર થવાનું હોય છે. પણ આજે  VTV NEWSના રિયાલિટી ચેકમાં અમૂક કર્મચારીઓ હજુ પણ ઓફિસ ન આવ્યા ખૂલ્યું હતું. આ સાથે મોડા આવવાનું કારણ પૂછતા અધિકારીઓએ અવનવા બહાના આપ્યા હતા. 

સળગતા સવાલ

  • સુરત અને વડોદરાની સરકારી ઓફિસોમાં અધિકારીઓ સમયસર કેમ નથી આવતા?
  • સરકારી ઓફિસોમાં અધિકારીઓ સમયસર કેમ નથી આવતા?
  • શું અધિકારીઓને ઓફિસ આવવાના સમયનો ખ્યાલ નથી?
  • શું અધિકારીઓ ઘરે બેસીને કામ કરે છે?
  • ગેરહાજર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • સરકારી અધિકારીઓ કામ પ્રત્યે ચોરી કેમ કરે છે?
  • અધિકારીઓ જ નહીં હોય, તો લોકો પોતાનું કામ કેવી રીતે કરાવશે?
  • શું અધિકારીઓને ઘરે બેસવાનો પગાર મળે છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ