બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ram rahim is out of jail for 21 days

રાહત / પહેલી વાર 21 દિવસ માટે જેલમાંથી બહાર આવશે ગુરમીત રામ રહીમ, નીકળતાવેંત શું કરશે જાણો

Khevna

Last Updated: 05:40 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુષ્કર્મ તથા હત્યા કેસમાં સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમ સિંહ 21 દિવસ માટે જેલની બહાર છે. જાણો આ વિષે વિગતવાર.

  • રામરહીમ જેલની બહાર 
  • આવું છે ગુરમીતનું પારિવારિક જીવન 
  • રોહતકથી ગુરુગ્રામ માટે રવાના થયો રામ રહીમનો કાફિલો 

દુષ્કર્મ તથા હત્યા કેસમાં સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની રજા મળી ગઈ છે. તેઓ રોહતકની સુનારિયા જેલથી બહાર નીકળી ગુરુગ્રામ માટે રવાના થઇ ગયા છે. જેલ ગયા બાદ પહેલી વાર રામ રહીમ ગુરમીત સિંહને રજા મળી છે. રામ રહીમને રજા દેવાની સૂચના મળતાંજ બે ગાડીઓમાં સવાર થઈને રામ રહીમના સ્વજન સુનારિયા જેલ તરફ નીકળી પડ્યા. બે ગાડીઓ સુનારિયા જેલ પહોંચી. આ ગાડીઓમાં બેસીને રામ રહીમ ગુરુગ્રામ માટે નીકળી ગયા. આ ગાડીઓમાં તેમની પુત્રી તથા પુત્રના હોવાની વાત સામે આવી છે.  ગુરુગ્રામમાં એક ડેરો છે. પહેલા રામ રહીમના સિસ્સા દેરા જવાની અટકણો લગાવાઈ રહી હતી. રામ રહીમ સાથે પોલીસની લગભગ આંઠ ગાડીઓનો કાફલો સાથે નીકળ્યો છે. 

આ પહેલા અલગ કારણોના ચાલતા રામ રહીમ બહાર તો આવ્યા જ છે, પરંતુ રજા પહેલીવાર મળી છે. એ પણ 21 દિવસની. રામ રહીમને રાજા મળવી એ ઘણી વસ્તુઓ સાથે જોડી શકાય છે. રામ રહીમ પહેલી વાર સિરસા ડેરા પહોંચશે. સિરસા ડેરામાં પણ અનુયાયીઓનું જોડાવાનું શરુ થઇ ગયું છે. પંજાબમાં ચૂંટણી છે તો રામ રહીમના બહાર આવવા પર ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. 

રોહતકથી ગુરુગ્રામ માટે રવાના થયો રામ રહીમનો કાફિલો 
જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ મામલામાં પંચકૂલાની અદાલતમાં 25 ઓગસ્ટ 2017ના રોજ પેશ કરાયા હતા. સીબીઆઈ અદાલત લગાવવામાં આવી, જેમાં રામ રહીમને 20 વર્ષની સજા અપાઈ. જ્યારે પત્રકાર હત્યાકાંડમાં પણ રામ રહીમને દોશી કરાર અપાયો. આ જ દિવસથી રામ રહીમ જેલમાં સજા કાપી રહ્યા છે. 

મે,2021માં મળી હતી 48 કલાકની પેરોલ 
બીમાર હોવાને લીધે ગુરમીતને ઘણી વાર જેલથી બહાર હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા પણ ઘણી વખત પેરોલ તથા રજાઓ માટે અપીલ કરી ચૂક્યા હતા. ગયા વર્ષે મે 2021 માં તેમને 48 કલાકની પેરોલ મળી હતી. આ દરમિયાન તેઓ પોતાની બીમાર માં ના હાલ જાણવા ગુરુગ્રામમાં ગયા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં ચૂકનો મામલો પણ સામે આવ્યો હતો. 

આવું છે ગુરમીતનું પારિવારિક જીવન 
ગુરમીતનો જન્મ રાજસ્થાનના ગંગાનગર જીલ્લામાં 15 ઓગસ્ટ 1967માં થયો હતો. સાત વર્ષની ઉંમરમાં સિરસામાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ શાહ સતનામ સિંહે પોતાના શાગિર્દ બનાવી લીધા. જ્યાં 
તેમને રામ રહીમનું નામ આપવામાં આવ્યું હતું. સાલ 1990 માં સતનામ સિંહે દેશભરથી પોતાના અનુયાયીઓને વિશાળ સત્સંગ માટે આમંત્રિત કર્યા. જેમાં 23 વર્ષના ગુરમીતને તેમના વારીસ ચૂંટવામાં આવ્યા હતા. પારિવારિક જીવન 10માં સુધી ભણેલા ગુરમીતની પત્નીનું નામ હારજીત કૌર છે. રામ રહીમની બે પૂત્રીઓ છે, જેમનું નામ ચરણપ્રીત તથા અમનપ્રીત છે. રામ રહીમનો એક પુત્ર પણ છે જેનું નામ જસમીત છે. આ ઉપરાંત, રામ રહીમે એક પુત્રી દત્તક પણ લીધી છે. 

સિરસા 
ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત સિંહને 21 દિવસની રજા મળી છે. જેલ તથા વિજળી મંત્રી રણજીત સિંહે આ વાતની પુષ્ટિ પણ કરી છે. કહ્યું છે કે 21 દિવસ આપવામાં આવે છે. સિરસા ડેરામાં આવવાવાળા સંબંધી પ્રશ્ન પર જેલમંત્રીએ કહ્યું કે જેલ વિભાગની જવાબદારી જેલની ડ્યુટી સુધી જ છે. તેઓ ક્યાં જાય છે તે તેમનો પ્રશ્ન છે. જેલ બહાર તેમની સુરક્ષાનું કામ ગૃહ વિભાગનું છે. ડેરા સાથે જોડાયેલ લોકો અનુસાર, ડેરા પ્રમુખ સિરસાને બદલે ગુરુગ્રામ જશે તથા થોડા દિવસો ત્યાં જ રોકાશે જોકે પછી તેમનો સિરસા આવવાનો કાર્યક્રમ બની શકે છે પરંતુ હાલમાં તેઓ ગુરુગ્રામમાં ફાર્મ હાઉસ જશે. 

ડેરા સચ્ચા સોદાની મેનેજમેન્ટ કમિટીના સાધ સંગતને અનુરોધ છે કે સાધ  સંગત  પોતાના ઘરોમાં રહે. રામ રહીમના દર્શનનો કોઈ પણ પ્રોગ્રામ હશે તો તમને જણાવવામાં આવશે. કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવો તથા ડેરા સચ્ચા સોદાના જે ઓફીશીયલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે તેના પર આપવામાં આવેલ જાણકારીનો અમલ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ