બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / raju shrivastava's last instagram video

દુઃખદ / છેલ્લા VIDEOમાં પણ લોકોને હસાવી ગયા રાજૂ શ્રીવાસ્તવ, હોસ્પિટલમાં એડમિટ થયાના એક દિવસ પહેલાની પોસ્ટ વાયરલ

Khevna

Last Updated: 12:00 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવે હોસ્પિટલમાં ભરતી થયાના એક જ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ વિનોદ ખન્ના અને શશિ કપૂરની મિમિક્રી કરે છે.

  • કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન 
  • હોસ્પિટલમાં ભરતી કર્યાનાં એક જ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો વિડીયો 
  • વિડીયોમાં કરી વિનોદ ખન્ના અને શશિ કપૂરની મિમિક્રી 

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન 

પોપ્યુલર કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ એક મહિનાથી વધારે સમય સુધી દિલ્હીની અખિલ ભારતીય ઓયુર્વિજ્ઞાન સંસ્થાનમાં જીવનની જંગ લડતા લડતા હારી ગયા. ૫૮ વર્ષની ઉંમરમાં તેમણે પોતાના છેલ્લા શ્વાસ લીધા. એમ્સનાં ડોકટરો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે તેમને ફરી ભાનમાં લાવવામાં આવે, પણ આમ બની ન શક્યું. આખો દેશ તેમના નિધન પર શોકમાં ડૂબેલો છે. સોશિયલ મીડિયા પર પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છે. ઘણી મોટી હસ્તીઓ તેમના નિધન પર શોક જતાવી રહી છે. રાજૂ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટનાં રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે 9 ઓગસ્ટનાં રોજ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. 

રાજૂ શ્રીવાસ્તવનો છેલ્લો ઈન્સ્ટાગ્રામ વિડીયો 
જો તમે રાજૂ શ્રીવાસ્તવની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ચેક કરશો તો તેમણે પોતાનો છેલ્લો ઈન્સ્ટાગ્રામ વિડીયો હોસ્પિટલમાં એડમિટ થતાં પહેલા બનાવ્યો હતો. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાજૂ શ્રીવાસ્તવ કોરોનાના બચાવનાં સંદેશને લઈને બૉલીવુડનાં દિગ્ગજ કલાકારોની મિમિક્રી કરતાં જોવા મળે છે. તેમણે વિડીયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે કોરોના કૉલર ટ્યુન યાદ છે ? #RajuSrivastav Latest Comedy. તેઓ પોતાના વિડીયોને યૂટ્યુબ પર પણ પોસ્ટ કરતા હતા. 

વિડીયોમાં કરી વિનોદ ખન્ના અને શશિ કપૂરની મિમિક્રી 
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયોમાં કોરોનાથી બચાવનાં સંદેશ માટે અમિતાભ બચ્ચનની જગ્યાએ અભિનેતા શશિ કપૂર અને વિનોદ ખન્નાની નકલ કરી હતી. આ વીડિયોમાં તેમણે ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે. આ વીડિયોને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ