Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અંધશ્રદ્ધા કે આસ્થા ? કોર્પોરેશન દ્વારા ફાળવાયેલ બંગલામાં રહેવાનુ ટાળે છે મેયર

અંધશ્રદ્ધા કે આસ્થા ? કોર્પોરેશન દ્વારા ફાળવાયેલ બંગલામાં રહેવાનુ ટાળે છે મેયર
રાજકોટના નવનિયુક્ત મેયર બીનાબેન આચાર્યને કોર્પોરેશન દ્વારા બંગલો ફાળવવામાં આવ્યો છે. પરંતુ તેઓ બંગલામાં રહેવા જવાનું ટાળી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા આ બંગલા વિશે એવી માન્યતા વહેતી થઈ છે કે આ બંગલમાં જે પણ મેયર રહેવા જાય છે તેની કારકિર્દી ખતમ થઈ જાય છે. 

ઉલ્લેખનીય છે કે જનક કોટક છેલ્લાં મેયર આ બંગલામાં રહી ચૂક્યા છે. તો ગૌરીબેન સિંધવ કે જેઓ ભાજપ નેતામાંથી મેયર બન્યા હતા પરંતુ તેમની પણ કારકિર્દી ખતમ થઈ હતી. જૈમીન ઉપાધ્યાય પણ આ બંગલામાં રહેવા નહોતા ગયા. ત્યારે આને અંધશ્રદ્ધા ગણવી આસ્થા એ એક પ્રશ્ન છે.

આપને જણાવી દઇએ કે તોજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં મહિલા મેયર બનાવવામાં આવ્યા છે. રાજકોટના નવા મેયર તરીકે બીનાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અશ્વિન મોલિયાની વરણી કરવામાં આવી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ