બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Mamlatdar's order for private pressure on 100 crore government land

રાજકોટ / 100 કરોડની સરકારી જમીન પર ખાનગી દબાણને લઈને તંત્ર જાગ્યું, 7 જ દિવસમાં કબ્જો સોંપવા મામલતદારનો આદેશ

Dhruv

Last Updated: 10:36 AM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 100 કરોડની સરકારી જમીન પર દબાણ મુદ્દે જે-તે આસામીઓને 7 દિવસમાં જમીનનો કબ્જો સોંપવા મામલતદારની નોટિસ.

  • રાજકોટમાં સરકારી જમીનો પરના દબાણને લઇને તંત્ર સફાળું જાગ્યું
  • રાજકોટમાં 100 કરોડની સરકારી જમીન પર દબાણ મુદ્દે નોટિસ
  • 7 દિવસમાં જમીનનો કબ્જો સોંપવા મામલતદારની નોટિસ

રાજકોટના રામપરાની સરકારી જમીન પર વર્ષોથી ખાનગી કબ્જો છે. જેને લઇને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટના મામલતદારે જમીનના કબ્જાને લઇને નોટિસ જાહેર કરી છે. જેમાં 7 દિવસમાં જમીનનો કબ્જો સોંપવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 100 કરોડની જમીનમાં ખાનગી વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જેમાં મોટામવામાં 5 એકર અને નાકરાવાડીમાં 4 એકર જમીન સામેલ છે. 7 દિવસમાં જમીનનો કબ્જો નહીં સોંપનારા પર કાયદેસરની કાર્યવાહીનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર થયેલા દબાણોનો અગાઉ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જ્યાર બાદ રાજકોટ તાલુકામાં મોટામવા, નાકરાવાડી અને રામપર સૂર્યામાં 50-100 વાર નહીં પણ પાંચ-પાંચ એકર સરકારી જમીન ઉપર દબાણો થયાનું ખુલતા વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. સરકારી જમીનો પરના આ દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે.

રાજકોટ તાલુકાના મોટામવા ગામની સર્વે નં. 180 પૈકીની રોડ ટચ પાંચ એકર 20 ગુંઠા સરકારી જમીન ઉપર કંકુબેન હરજીભાઈ પરમાર નામના આસામીએ કબજો જમાવી દબાણ કરતા આ આસામીને રાજકોટ તાલુકા મામલતદાર કથીરિયાએ 202ની નોટીસ ફટકારી સાત દિવસમાં આ દબાણ હટાવવા માટે તાકીદ કરી છે. મોટામવાની આ જમીનની કિંમત 50 કરોડ જેટલી થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આસામીઓને મામલતદાર દ્વારા સાત દિવસની નોટીસ ફટકારાઇ

એ જ રીતે નાકરાવાડીમાં પણ સરકારી એકર જમીન ઉપર ગોમીબેન નામના આસામીએ ખેતી વિષયક દબાણ કરી પોતાનો કબજો જમાવી દીધો છે. નાકરાવાડીમાં જીવાભાઈ ગોવિંદ નામના અન્ય એક આસામીએ પણ સરકારી જમીન ઉપર ખેતી વિષયક દબાણ કરીને આ જમીનને હડપ કરી લીધી છે. જ્યારે રામપરા સૂર્યા ગામમાં પણ સર્વે નં. 84 પૈકીની 2 એકર સરકારી જમીન પર પ્રકાશચંદ્ર પરમાર નામના આસામીએ દબાણ કરીને કબજો જમાવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી આ આસામીઓને તાલુકા મામલતદાર દ્વારા સાત દિવસની નોટીસ ફટકારવામાં આવી છે. પરંતુ જો આસામીઓ સાત દિવસમાં આ સરકારી જમીનનું દબાણ દૂર કરીને તેનો કબજો વહીવટી તંત્રને નહીં સોંપે તો દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ