બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Health Department has stopped the sale of smoke biscuits

ચેતી જજો / મોટી રેસ્ટોરન્ટમાં 'સ્મોક બિસ્કિટ' ખાવાના શોખ હોય તો બંધ કરી દેજો, તંત્રએ કાર્યવાહી સાથે આપી ચેતવણી

Khyati

Last Updated: 04:10 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભેળસેળિયા થયા સક્રિય, આરોગ્ય સાથે ચેડાં કરનારા વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગની લાલઆંખ

  • રાજકોટ મહાનગરપાલિકાએ સ્મોક બિસ્કિટનું વેચાણ કરાવ્યું બંધ
  • ખાનગી મેળામાં સ્મોક બિસ્કિટનું કરાતું હતુ વેંચાણ 
  • નાઈટ્રોજનનો ઉપયોગ કરી બિસ્કિટમાં કરાતો હતો ધૂમાડો 
     

તહેવારોની સિઝન ચાલી રહી છે.  ત્યારે તગડો નફો કરવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખચકાતા નથી. તેમાં પણ સૌરાષ્ટ્રમાં તો લોકમેળાનું વઘારે ચલણ. ત્યારે રાજકોટમાં ચાલી રહેલા એક ખાનગી મેળામાં રાજકોટ ફૂડ વિભાગ દ્નારા કાર્યવાહી કરવામાં આવી.

સ્મોક બિસ્કિટનું વેચાણ બંધ

આજકાલ ટ્રેન્ડમાં કોઇ ફૂડ હોય તો તે છે સ્મોકિફૂડ. એટલે કે સ્મોકીપાન, સ્મોક બિસ્કિટ અને બીજુ ઘણુ બધું. અત્યારે લોકો ટ્રેન્ડ મુજબ આ બધી ફૂડ આઇટમ હોંશે હોંશે ખાય છે. પરંતુ શું તમને ખબર છે ખરા કે આ સ્મોકીફૂડ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે.રાજકોટમાં મનપા દ્વારા એક ખાનગી મેળામાં સ્મોક બિસ્કિટનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું. કારણ કે  આ બિસ્કિટમાં નાઇટ્રોજન લિક્વિડનો ઉપયોગ કરવામાં આવતો હતો.  નાઈટ્રોજનનો ઉપયોગ કરી બિસ્કિટમાં  ધૂમાડો કરાતો હતો. આવા બિસ્કિટ ખાવાથી ગળુ, સ્વરપેટી અને હોજરીને નુકસાન થાય છે. નાઇટ્રોજન સ્વાસ્થ્ય માટે જોખમી હોવાથી આરોગ્ય વિભાગે અહીં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી અને આવુ ફૂડ ન ખાવાની ચેતવણી પણ આપી હતી. 

રાજકોટમાં મરચામાં ભેળસેળનો રિપોર્ટ પાંચ મહિને આવ્યો 

રાજકોટમાં ખાદ્યચીજોમાં અવારનવાર ભેળસેળની ઘટના સામે આવે છે. ઘી, દુધ, ફરાળી લોટ સહીતની વસ્તુઑમાં ભેળસેળના બનાવો બની રહ્યા છે. તેવામાં હવે લાલ મરચામાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના પરાબજારની આશીર્વાદ પેઢીના લાલ મરચામાં ભેળસેળ કરાયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.

મરચામાં કલર-કેમિકલ ભેળવતા હતા

રાજકોટમાં મરચામાં ભેળસેળ અંગેની શંકાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન શંકાસ્પદ નમૂના લઇને રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પાંચ મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. જે નમૂનામાં લાલ મરચામાં કલર-કેમિકલ ભેળવતા હોવાનું સામે આવ્યું છે. લાલ મરચાંને કલરફૂલ બનાવવા વેપારીઓ હાનિકારક કલર ભેળવતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ હાનિકારક કલરથી જન આરોગ્યને મોટાપાયે નુકસાન થાય છે. એટલું જ નહિ હાનિકારક કલરના કારણે  કેન્સર સહીતના રોગનો પણ ખતરો હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાંચ મહિના બાદ રાજકોટનું આરોગ્ય તંત્ર જાગ્યુ છે. જ્યારે રિપોર્ટ મોડો આપીને તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ