બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rajasthan congress mla demands sachin pilot should be made cm

રાજનીતિ / ચૂંટણીમાં હાર બાદ રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, સચિન પાયલટને CM બનાવા ઉઠી માંગ

vtvAdmin

Last Updated: 01:35 PM, 6 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ બહાર આવી રહ્યો છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસના એક ધારાસભ્ય અનુસાર, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગહલોતે લેવી જોઇએ. પાર્ટીના વિધાયક પૃથ્વીરાજ મીણાએ ઉપમુંખ્યમંત્રી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને તમામ 25 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. એ બાદ પાર્ટીમાં જ આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યની ટોડાભીમ બેઠકથી કોંગ્રેસ ધારાસભ્ય મીણાએ પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે પાર્ટી સત્તામાં હોય છે ત્યારે હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય છે તો તે જવાબદારી પાર્ટી અધ્યક્ષની હોય છે.

ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ વધુ વાતચીતમાં જણાવ્યું કે, સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. આ મારું વ્યક્તિગત મંતવ્ય છે. આ વાત પહેલા પણ કહી ચૂક્યા છીએ કેમકે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી હતી.

અહીં જણાવી કે મુખ્યંમંત્રી ગહલોતે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે ઓછામાં ઓછું જોધપુર બેઠક પરથી પાર્ટીની હારની જવાબદારી લેવી જોઇેએ. કેમકે એમણે શાનદાર જીતનો દાવા કરતા હતા. જે બાદ ગહલોત અને પાયલટને લઇને અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.

જોકે, પાર્ટીમાં ચાલી રહેલી આંતરીક ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ડેપ્યૂટી. સીએમ સચિન પાયલટ જયપુરમાં કોંગ્રેસ ઓફિસમાં થયેલી ઇફ્તાર પાર્ટીમાં સાથે નજરે પડ્યા હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot Lok Sabha Election 2019 MLA Prithviraj Meena National News Political News Rajasthan Sachin Pilot congress loksabha election result politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ