ગુજરાતમાં મેઘરાજાએ લાંબા વિરામબાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમા સૌથી વધારે વરસાદ ગીરસોમનાથ જિલ્લામાં નોંધાયો છે.
રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જૂનાગઢમાં ધોધમાર વરસાદને કારણે પાણી પાણી
તલાલામાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ
ગુજરાતમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોએ હાંશકારો અનુભવ્યો છે. ખાસ કરીને વરસાદને કારણે ખેડૂોતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડના ઉમરગામમાં 18 ઈંચ વરસાદ
ખાસ કરીને વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદી મોહાલ જામેલો જોવા મળી રહ્યો છે. ઉમરગામમાં 36 કલાકની અંદર 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. સાથેજ સમગ્ર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે.
માળીયા હાટીનામાં સુકાયેલા પાકોને મળ્યું નવું જીવન
જૂનાગઢના માળીયા હાટીનામાં પણ મેઘરાજા આજે મનમૂકીને વરસ્યા છે,. સમગ્ર વિસ્તારમાં શરેરાશ 3 ઈંચ વરસાદ પડ્યો જેના કારણે અહીયાના સુકાઈ રહેલા પાકોને પણ નવું જીવન મળ્યું છે. ખાસ કરીને ગીર પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.
ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ
ગીર સોમનાથના તલાલામાં આજે 6 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથેજ જૂનાગઢના માળિયામાં 5.5 ઈંચ વરસાદ પડ્યો છે. ઉનામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 3.5 ઈંચ અને કેશોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમનાં સવા 2 ઈંચ અને ગોંડલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં અને કોટડા સાંગાણાીમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
આપને જણાવી દઈએ કે ગીર-સોમનાથમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેમા વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા, કોડિનાર અને ઉનામાં વરસાદ જોવા મળ્યો છે. ઉપરાંત ગીરગઢડા પંથકમાં વરસાદ પડતા અહીયાના ખેડૂોતમાં ખુીશનો માહોલ જોવા મળ્યો હતો. કોડિનાર, સુત્રાપાડામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો જેના કારણે બજારોમાં પાણી વહેતા થઈ ગયા છે.
ગોંડલમાં વહેલી સવારથી વરસાદ
ગોંડલમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમા રેલ્વે સ્ટેશન, કોલેજ ચોક અને માંડવી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ
રાજકોટ સિહત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેનમા ગોંડલમાં સૌથી વધારે વરસાદ નોંઘાયા છે. લાંબા વિરામબાદ અહીયા વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. બીજી તરફ ગીર-સોમનાથમાં ભારે વરસાદને કારણે હિરણ-2 નદીમાં નવા નીર આવ્યા પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. અહીયા તલાળા સિહતાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.
બોટાદમાં પણ સવારથી ધીમીધારે વરસાદ
બોટાદમાં પણ આજે ધીમીધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતો જોવા મળ્યો જેમા બોટાદ, ગઢડા, બરવાળા તાલુકાના ગામોમાં મેઘરાજા મહેરબાન થતા અહીયાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ડાંગમાંથી પસાર થતી નદીઓ બે કાંઠે છે. ડાંગમાં એક દિવસમાં પડેલા વરસાદથી ચેકડેમ છલકાઇ ગયા છે. સાથેજ વરસાદના કારણે અનેક ધોધ ફરી સક્રિય થયા છે.
વિરપુરમાં ખેડૂતો ખુશખુશાલ
વિરપુરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ભારે બફારા બાદ અહીયા વરસાદનું આગમન થતા લોકોએ રાહત અનુભવી હતી. સાથેજ સુકાતા પાકને પણ જીવનદાન મળ્યું હતું.
પોરબંદરમાં પણ મેઘમહેર
પોરબંદરમાં લાંબા વિરામબાદ વરસાદનું આગમન થયું. જેમા બરડા પંથકમાં મેઘરાજા મન મુકીને વપરસ્યા તેમજ બગવદર, અડવાણા, સોઠાના રોજીવા઼ા, સીમરમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને સારો એવો ફાયદો થયો છે.