બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rain of money on the ground of IPL 2022 for the first time, BCCI will give 1 crore 25 lakh prize

ક્રિકેટ / પહેલી વાર IPL 2022ના ગ્રાઉન્ડ પર પૈસાનો વરસાદ, 1 કરોડ 25 લાખ ઈનામ આપશે BCCI

Published By: Kavan

Last Updated: 05:33 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Royalsના ખેલાડી જોસ બટલરનું પ્રદર્શન આ સીઝન ખૂબ જ ધમાકેદાર હતું. આ જ કારણ છે કે, તેઓએ એક સામટા 6 એવોર્ડ પોતાના નામ કર્યાં.

  • IPL 2022ના ગ્રાઉન્ડ પર થયો પૈસાનો વરસાદ 
  • 1 કરોડ 25 લાખ રૂપિયાનું ઈનામ આપશે BCCI
  • કારણ જાણશો તો ચોકી જશો

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં Guajarat Titans એ Rajasthan Royalsને 7 વિકેટથી હરાવીને આ સીઝન IPLના ખિતાબ પર કબ્જો કર્યો છે.
Rajasthan Royalsના ખેલાડી જોસ બટલરનો પ્રદર્શન આ સીઝન જોરદાર રહ્યું છે. આ જ કારણ છે કે, તેઓ એકલા જ 6 એવોર્ડ પોતાના નામ કરી ગયા.

ફાઈનલ સ્પર્ધા બાદ ટીમોની સાથે સાથે ખેલાડીઓ પર પણ ઈનામોનો વરસાદ જોવા મળ્યો. પરંતુ IPL 2022ને સફળ બનાવવામાં ક્યુરેટર્સ અને ફિલ્ડ કર્મચારીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ક્યુરેટર્સ અને ફિલ્ડ વર્કર્સને 1 કરોડ 25 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

મેદાનકર્મીઓને પહેલી વાર મળી રહ્યાં છે આટલા પૈસા

BCCIના સચિવ જય શાહે ટ્વીટમાં કહ્યું કે, મને એ લોકો માટે 1 કરોડ 15 લાખના ઈનામોની જાહેરાત કરવાની ખુશી છે, જેમણે TATA IPL2022 દરમિયાન સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જણાવી દઈએ કે BCCI પહેલી વખત મેદાનકર્મીઓને આટલી મોટી પ્રોત્સાહન રકમ આપી રહ્યું છે. 

જાણો કોને કેટલા પૈસા મળ્યાં

સચિન જય શાહે કહ્યું કે, અમે અમુક શાનદાર મુકાબલાઓ જોયા, અને હું સખત મહેનત માટે તમામ લોકોનો આભારી છું. CCI, વાનખડે, DY પાટિલ અને પુણેના MCA  સ્ટેડિયમના ક્યુરેટર અને મેદાનકર્મીઓ માટે 25-25 લાખ અને ઈડન ગાર્ડન્સ તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે 12 લાખ 50 હજાર. આ આકર્ષક T20 સ્પર્ધાની 70 લીગ મેચો મહારાષ્ટ્રમાં ચાર સ્થળોએ યોજાઈ હતી. મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ અને બ્રેબોર્ન સ્ટેડિયમ, નવી મુંબઈમાં DY પાટિલ સ્ટેડિયમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં થઈ હતી. અમદાવાદ અને પુણે સિવાય 
અન્ય સ્થળો પર 130થી વધુ મેદાનકર્મીઓએ કામ કર્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Guajarat Titans Gujarati News IPL 2022 Rajasthan Royals TATA IPL2022 IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ