બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Rain in Gujarat, Valsad, Amreli and Rajkot, know the forecast of Meteorological Department

આગાહી / ગુજરાતમાં વરસાદી વાતાવરણ બનતા ખેડૂતો પર ચિંતાના વાદળ, આજે આ જિલ્લામાં થયો આફતનો 'વરસાદ',જાણો આગાહી

Vishnu

Last Updated: 10:29 PM, 9 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો, અમરેલી અને રાજકોટમાં પણ વરસાદી ઝાપટા, જાણો હવામાન વિભાગની આગાહી

  • ગુજરાતમાં આફતનો 'વરસાદ'
  • વરસાદી વાતાવરણ થતાં ખેડૂતોની ચિંતા વધી
  • ગુજરાત પર હાલ કોઈ વાવાઝોડાનો ખતરો નથી: હવામાન વિભાગ

ગુજરાતમાં ચોમાસું અંત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે સપ્ટેમ્બરમાં વરસેલા સાંબેલાધાર બાદ હવે ગુજરાતમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. આજે વલસાડ, અમરેલી, રાજકોટ, અને અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. હવે જો વરસાદ વધુ પડે તો ખેતીને મોટા પાયે નુકસાન જવાની ભીતિ છે માટે ગુજરાતમાં વરસાદી વાતવરણ બનતા ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા છે.

વલસાડમાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ
ગુજરાતમાં રહી રહીને વરસાદ પડી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર-ઠેર પાણી ભરાયા ગયા હતા. તિથલ રોડ,કલેકટર કચેરી રોડ પાણીમગ્ન બન્યા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા જ્યારે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ
અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદે ઝાપટું નાખતા ગામડાઓની શેરીઓ પાણી પાણી થઈ હતી. જિલ્લાના શિરનેસ નાગધ્રા,સરસિયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે.

રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ
રાજકોટના ગોંડલ શહેર તથા ગ્રામિણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ગોંડલના દેરડી કુંભાજી,શિવરાજગઢ,મોવિયા,નાસિમ વિસ્તારમાં તેમજ ગાજવીજ સાથે જસદણ શહેરમાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. તો બીજી તરફ વરસાદના વરતારા થતાં  ખેડૂતોની ચિંતા વધી હતી. પહેલાથી નુકસાન ખાઈને બેઠેલા ખેડૂતને માથે હવે આફતનો વરસાદ થાય તો ખેડૂની પરિસ્થિતિ વિકટ બને તેમ છે.

સામાન્યથી છૂટા છવાયા વરસાદની વકી: હવામાન વિભાગ
હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઇ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી. ત્યારે ભેજવાળા વાતાવરણના લીધે વરસાદ આવી શકે છે. અને હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળો બંધાઈ રહ્યા છે. આગામી 2 દિવસમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ વધુ આગળ વધશે. છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 
હવામાન વિભાગના નિષ્ણાંક અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, સાથે ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂંકાશે, હવે ચોમાસું પુરુ થવાને આરે છે ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદની સંભાવાઓ વ્યક્ત કરી છે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

10 ઓક્ટોબરથી અંદમાન સાગરમાં બનશે લો પ્રેશર 
ખેડૂતોનો પાક ઘણા વિસ્તારોમાં હાલ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે જો વાવાઝોડું આવશે. તો પાકને ભારે નુકશાન તઈ શકે છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન પ્રમાણે 10 ઓક્ટોબરની આસપાસ અંદમાન સાગરમાં લો પ્રેશર બનવાની સંભવના છે. જે 4થી 5 દિવસમાં ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશ તરફ વધશે. ગુજરાત પર હાલ કોઈ વાવાઝોડાનો ખતરો હવામાન વિભાગની આગાહી મુજબ નથી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ