બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain in Gujarat Meteorological Department Forecast 30 november

માવઠું / ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Kavan

Last Updated: 02:40 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગના મતે કમોસમી માવઠા અંગે તમામ જિલ્લાના કલેક્ટરને અલર્ટ આપી દેવામાં આવ્યું છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત 
  • હવામાન વિભાગની માવઠાને લઈ મોટી આગાહી
  • 30 થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે 

આજ સાંજથી વાતાવરણમાં પલટો આવશે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠું થઈ શકે છે. 30થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. ખેડૂતો માટે પાક અંગે હવામાને માર્ગદર્શિક જાહેર કરી છે.

દરિયો ન ખેડવાની અપાઈ સૂચના 

માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.. હવામાન વિભાગના મતે અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, તાપી અને આહવામાં વરસાદ વરસી શકે છે. તો આ તરફ મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદ આવે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. ત્યારે  આ અંગે શાસ્ત્રીય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનુ દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા, બનાસાકાંઠામાં વરસાદની શક્યતા છે. તેમજ સમી, હારીજ, કડી, બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આમ આ માવઠુ ભારે કમોસમી વરસાદ વરસાવી શકે છે.

જાન્યુઆરીમાં પડી શકે કડકડતી ઠંડી 

ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રાવાત ઉભા થશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડશે. 19 ડિસેમ્બરે ફરી હવામાન પલટાઇ શકે છે. આ ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ રીતે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે.

ખેડૂતોની ચિંતા વધી 

ડીસેમ્બરમાં કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં છૂપો ભય પ્રસરી ગયો છે.ખેડૂતો પોતાના ખેતર ઉભા પાક અંગે ચિંતીત થયા છે. કેટલાય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ પણ ખુલ્લામાં પડ્યો હોવાની વાતે પણ ખેડૂતોમાં ચિંતા છે.ત્યારે APMCએ પણ તકેદારી દાખવતા, ખેડૂતોનો માલ -મગફળીને સલામત સ્થળે ખસેડવા તકેદારી લેવી જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ