બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain in 40 talukas in 24 hours in Gujarat, unseasonal rain will fall for 4 days

વાતાવરણ / માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી

Malay

Last Updated: 07:52 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં મે મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

 

  • રાજ્યમાં કમોસમી વરસાદનો માર
  • 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • છેલ્લા 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ ખાંભામાં સવા ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર ઠેર અનેક શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં અવાતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખાભામાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

ખાંભામાં નોંધાયો સૌથી વધારે વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે ગત ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 40 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખાંભામાં સવા ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિસાવદર, મહેસાણા, માણાવદર અને ઉપલેટામાં 1- 1 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે ભુજ, વિસનગર, મોડાસા અને ખેડબ્રહ્મામાં પોણો ઈંચ વરસાદ થયો છે, તો વિજાપુર, સાયલા, અંજાર, લખતર, સરસ્વતી અને પાલનપુરમાં અડધો ઈંચ વરસાદ થયો છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે આ જિલ્લાઓમાં કરા પડવાની આગાહી:  ગુજરાત માટે 5 દિવસ 'ભારે' | The Meteorological Department has predicted  rain in the state till ...

5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ગત ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરી છે. સાથે આવતીકાલે દાહોદ, પંચમહાલ, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

જાણો ક્યાં ખાબકી શકે છે વરસાદ?
આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમાનથ જિલ્લામાં વરસાદની આગાહી છે, તો આવતીકાલે એટલે કે 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે. 5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની શક્યતા છે. 6 મે ના વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ