જૂનાગઢ / સામાન્ય વરસાદ બાદ રસ્તા બન્યા બિસ્માર, 3 કિમીનું અંતર કાપતા લાગે છે 30 મિનીટનો સમય

જૂનાગઢમાં વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જૂનાગઢથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવામાં જ માત્ર 30 મિનિટ લાગે છે. જૂનાગઢ-સોમનાથ હાઇવે પરથી પસાર થવામાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જૂનાગઢ સોમનાથ હાઇવે પણ બિસ્માર હાલતમાં છે. જેને લઇને માળિયા માંગરોળ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ ચીફ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. ખાસ કરીને શ્રાવણમાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે જતા હોય છે. પરંતુ રસ્તાના પરના ખાડાના કારણે જીવલેણ અકસ્માત થાય છે. તો એક નાગરિકે તો પ્રભાસ પાટણના પોલીસ સ્ટેશનમાં હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારી સામે ફરિયાદ નોંધાવી છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ