બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / railway notifies 1.40 lakh vacancy in safety and non safety category

તમારા કામનું / કોરોનાની વચ્ચે રેલવેમાં 1.40 લાખ જોબ વેકેન્સી, આ રહી નોકરી મેળવવાની એપ્લિકેશન લિંક સહિતની તમામ વિગતો

Dharmishtha

Last Updated: 12:19 PM, 4 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સમયગાળામાં પણ જો કોઈ વ્યક્તિ સરકારી નોકરીની ઈચ્છા કરે છે તો તેના માટે તક આવી છે. ભારતીય રેલવે લાખો ખાલી જગ્યાઓ ભરવા વેકેન્સી કાઢી છે. રેલવેએ આશરે 1.40 લાખ ખાલી જગ્યાઓ ભરશે. જે સેફ્ટી અને બિન-સેફ્ટી વિભાગમાં છે. ઉપરાંત સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા ઓનલાઇન રહેશે.

  • 10 માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ
  • કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં.
  • નેશનલ ટ્રેડનું પ્રમાણપત્ર પણ હોવું જરુરી છે

દરેક કેટેગરીમાં ઘણી બધી નોકરીઓ છે

એક વેબસાઇટ અનુસાર રેલવે પાસે સેફ્ટી કેટેગરીમાં 72274 અને બિન સેફ્ટી કેટેગરીમાં 68366 પોસ્ટ્સ છે.  તમામ પોસ્ટ માટે ઓનલાઇન ફોર્મ મંગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવે રિક્રુટમેન્ટ સેલ (આરઆરસી) એ પૂર્વ રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસ માટેની વેકેન્સિ બહાર પાડી હતી. આ વેકેન્સીમાં રેલવેએ 2792 પોસ્ટ્સ માટે અરજીઓ માંગી છે. ઉમેદવારો આ ખાલી જગ્યા પર 9 જુલાઈ 2020 સુધી અરજી કરી શકે છે.

ફરીથી થઈ રહી છે ભરતી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે ઓનલાઇન અરજી કરવાની છે. 25 જૂન 2020 ના રોજ ઓનલાઇન અરજીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. આ હોદ્દા માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

10માં ધોરણમાં 50 ટકા માર્ક્સ હોવા જોઈએ

આ વેકેન્સી માટે અરજી કરતા પહેલા ઉમેદવારો પાસે 10 મા ધોરણમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ. ઉમેદવારો પાસે એનસીવીટી / એસસીવીટી દ્વારા જાહેર નેશનલ ટ્રેડ પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. ઉપરાંત વેલ્ડર, શીટ મેટલ વર્કર, લાઇનમેન, વાયરમેન, સુથાર, પેઇન્ટર (જનરલ) ની જગ્યાઓ માટે 8  પાસ સાથેનું નેશનલ ટ્રેડ પ્રમાણપત્ર જરુરી છે.

24 વર્ષની મહત્તમ વય

પોસ્ટ્સ માટે અરજી કરવાની મહત્તમ ઉંમર 24 વર્ષ અને લઘુત્તમ 15 વર્ષ છે. વયમર્યાદામાં એસસી / એસટીને 5 વર્ષ, ઓબીટી-એનસીએલના ઉમેદવારોને 3 વર્ષ અને પીડબ્લ્યુબીડી ઉમેદવારોને 10 વર્ષ આપવામાં આવશે. તમામ પસંદગી મેરિટના આધારે થશે. આ માટે 10 મા, આઠમાં અને આઈટીઆઈના માર્કસ જોવામાં આવશે.

અરજી કરવા માટે 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાપાત્ર રહેશે. જો કે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને મહિલાઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. ફીની ચુકવણી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી અરજદાર પૂર્વોત્તર રેલવે વેબસાઇટ http://www.rrcer.com પર વિઝિટ કરીને જોઈ શકે છે. જોકે લોકોને અપ્લાય કરવા માટે http://apprentice.rrcrecruit.co.in/gen_instructions_er.aspx પર ક્લિક કરવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Railway job vacancy ભારતીય રેલવે વેકેન્સી સરકારી નોકરી Railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ