બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / railway exam student protest bihar

મોટા સમાચાર / બિહારમાં સતત ત્રીજા દિવસે અજંપો: ગયામાં ટ્રેનમાં આગચંપી, અનેક જગ્યાએ હિંસા ફાટી

Pravin

Last Updated: 03:25 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના ગયામાં રેલવેની પરીક્ષામાં ધાંધલીને લઈને વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રેલ રોકો, ડબ્બામાં આગ સહિતનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે.

  • રેલ્વેની પરીક્ષામાં ધાંધલી થતાં વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યાં
  • વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો
  • ઉગ્ર આંદોલનને જોતાં પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યાં

બિહારના ગયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં રેલવે પરીક્ષામાં ધાંધલીના આરોપને લઈને વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. આ જ ક્રમમાં બુધવારે હજારોની સંખ્યામાં ગયા જંક્શન પર પહોંચેલા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઉપદ્રવી વિદ્યાર્થીઓએ પહેલા ગયા જંક્શન પર શ્રમજીવી એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો અને પોલીસ પર પણ પથ્થરાઓ માર્યા હતા. બાદમાં કેટલીય જગ્યાએ તોડફોડ પણ કરી હતી. ત્યાર બાદ પોલીસે જ્યારે ઉગ્ર વિદ્યાર્થીઓને ત્યાંથી ભગાડ્યા તો ગયા સ્ટેશનથી અડીને આવેલી એક ટ્રેનના ડબ્બામાં આગ લગાવી દીધી હતી.

ગયા જંક્શન પર હોબાળો કર્યા બાદ તોફાન કરી રહેલા વિદ્યાર્થીઓએ કરીમગંજની પાસે પહેલા ઊભેલી ખાલી ટ્રેનને ટાર્ગેટ બનાવી અને જોતજોતામાં ડબ્બામાં આગ લગાવી દીધી. જેમાં ટ્રેનનો ડબ્બો બળીને ખાક થઈ ગયો હતો. આ મામલા પર ગંભીરતાથી એક્શન લેતા જિલ્લા પોલીસ અને રેલ્વે પોલીસે કમાન સંભાળી લીધી છે. હકીકતમાં ઉગ્ર થઈ ચુકેલા વિદ્યાર્થીઓ સતત રેલવેની પરીક્ષામાં ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસ દ્વારા ઉપદ્રવીઓને કંટ્રોલ કરવા માટે ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસે ઉપદ્રવીઓને ત્યાં ખદેડ્યા છે. હાલમાં પણ સ્થિતી ચિંતાજનક બનેલી છે.

આ અગાઉ મંગળવારે પણ આરા, નવાદા, મોતિહારી, સીતામઢી સહિત કેટલાય શહેરોમાં વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય રેલની RRB NTPC Resul અનિયમિતતાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની નારાજગી જોતા રેલ મંત્રાલયે આગળની એનટીપીસી અને લેવલ 1 પરીક્ષા હાલમાં રોક લગાવાની સાથે વિદ્યાર્થીઓ માટે સારી પહેલ કરવામાં આવી છે. રેલ મંત્રાલયે વિદ્યાર્થી પાસેથી તેમની સમસ્યા સાંભળવા અને સલાહ સૂચનો પણ મગાવ્યા છે. તેના માટે વિદ્યાર્થીઓને ઈમેલ પણ આપવામાં આવ્યા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વાત રેલ્વેની હાઈપાવર કમિટિ સમક્ષ રાખી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ