બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Railway Board recommends CBI probe into Odisha train accident: Union Railway Minister Ashwini Vaishnaw

બાલાસોર ટ્રિપલ એક્સિડન્ટ / 275થી વધુ લોકોનો ભોગ લેનારી ઓડિશા ટ્રેન દુર્ઘટનાની CBI તપાસ કરશે, રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવનું મોટું એલાન

Hiralal

Last Updated: 07:20 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવે ઓડિશા રેલ અકસ્માતની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે.

  • ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ થશે
  • બાલાસોરમાં  રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવનું મોટું એલાન 
  • રેલવે બોર્ડે કરી હતી સીબીઆઈ તપાસની ભલામણ
  • દુર્ઘટનામાં 275થી વધુ લોકોના થયા છે મોત 

રેલવેએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ભુવનેશ્વરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મુખ્ય લાઇન પર સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઇલેક્ટ્રિફિકેશનનું કામ હજુ પણ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારજનોના સંપર્કમાં છે. રેલવેએ ભલામણ કરી છે કે આ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઇને સોંપવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા તેની ભલામણ કરવામાં આવી રહી છે.

બાલાસોરમાં 24 કલાક યુદ્ધના ધોરણે કામ
ઓડિશાના બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ છે ત્યાં 24 કલાક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટના સ્થળે હાજર છે. સેંકડો રેલવે કર્મચારીઓ, બચાવ કર્મચારીઓ, ટેક્નિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ રાત કામ કરી રહ્યા છે. અકસ્માત બાદ જે સ્થિતિ સ્થળ પર હતી તે ઝડપથી બદલાઈ રહી છે. ટ્રેક પર વેરવિખેર પડેલી બોગીઓને હવે હટાવીને બાજુ પર લઈ જવામાં આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી બંનેના બાકી રહેલા કોચને પણ ટ્રેક પરથી હટાવી દેવામાં આવ્યા છે. કોચમાં ફસાયેલા લોકોને પહેલા જ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હવે ટ્રેકની પુન:સ્થાપનાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

275થી વધારે લોકોના મોત 
ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માતને બે દિવસ વીતી ગયા છે. 2 દિવસથી 2 કલાક ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બે દિવસ બાદ ટ્રેનના કોચમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ