બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Rail operations in Saurashtra were affected due to double track operation

જાણવું જરૂરી / ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો: ગુજરાતમાં 5 જુલાઈ સુધી 4 ટ્રેનો રદ્દ, 8ના રૂટમાં કાપ

Khyati

Last Updated: 11:44 AM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા લોકોએ એક અઠવાડિયા સુધી વેઠવી પડશે હાલાકી, રાજકોટ-સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકની શરૂ થશે કામગીરી

  • સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર
  • 4 ટ્રેન રદ કરાતા એક અઠવાડિયા સુધી રેલ વ્યવહાર ખોરવાશે
  • રાજકોટ-સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે થશે અસર

સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે  રાજકોટ - સુરેન્દ્રનગર સેકશનમાં ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી  તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે. 

4 ટ્રેનો રદ: સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર

રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે  સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.  કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા  રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે  જામનગર - વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ - રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે. 

આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા

આંશિક રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા - ભાવનગર, સોમનાથ - અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ ,  હાપા - મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર - બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા - વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા - રાજકોટ, તુતીકોરીન - ઓખા  વિવેક એકસપ્રેસ, હાપા - મડગાંવ અને ઓખા - પુરી અને ગોરખપુર - ઓખા, જામનગર - તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ