બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Rahul Gandhi's inquiry completed with ED for last 3 hours on national herald case

નેશનલ હેરાલ્ડ કેસ / EDએ રાહુલ ગાંધીની 3 કલાક સુધી કરી પૂછપરછ, કચેરીએથી બહાર નીકળતા જ સમર્થકોએ લગાવ્યા નારા

Dhruv

Last Updated: 03:52 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી ED ખાતે 3 કલાક સુધી રાહુલ ગાંધીને કરવામાં આવેલી પૂછપરછ પૂર્ણ.

  • ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ
  • ED કચેરીથી નીકળ્યા રાહુલ ગાંધી
  • છેલ્લાં 3 કલાકથી ચાલી રહી હતી પૂછપરછ

નેશનલ હેરાલ્ડ કેસમાં છેલ્લાં 3 કલાકથી દિલ્હી ED ખાતે ચાલેલી રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઇ છે. તેઓ ED કચેરીથી બહાર નીકળતાની સાથે જ રાહુલ ગાંધીના સમર્થકોએ નારા લગાવ્યાં. મહત્વનું છે કે, આજે ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ હાથ ધરાઇ. જેના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે જેવી રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઇ કે તુરંત સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધાં.

આજે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સમન કરવાના EDના નિર્ણય અને કોંગ્રેસની તાકાત બતાવવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે પી. ચિદમ્બરમે કહ્યું, 'હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે બોલું છું. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને EDના સમન્સ પાયાવિહોણા છે. કોંગ્રેસના સભ્ય તરીકે હું પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરીશ અને ED ઓફિસ સુધીની કૂચમાં જોડાઈશ.

 


ડરપોક સરકારે હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરી- સુરજેવાલા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કાયર મોદી સરકારે કેન્દ્રીય દિલ્હીને છાવણીમાં ફેરવી નાખી છે. સેંકડો પોલીસ બેરીયર અને હજારો પોલીસ જવાનો તૈનાત કરીને શું સાબિત કરવા માગે છે. હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ શા માટે ? સત્યનું આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રણદીપ સિંહ સૂરજેવાલા, રજની પટેલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને થિરુનાવુક્કારાસર સુને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે.

 


અશોક ગેહલોત- દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આજે દેશમાં જે થઈ રહ્યું છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. PMએ દેશને મેસેજ આપવો જોઈએ કે, હિંસા સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ED સમક્ષ હાજર થાય તે પહેલા રાહુલ ગાંધી સાથે તેમની એકતા વ્યક્ત કરવા માટે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એકઠા થયા હતા.


જાણો શું છે આખો કેસ?

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર નેશનલ હેરાલ્ડ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. 2012થી આ કેસ ચાલી રહ્યો છે. કેસ અંતર્ગત આરોપ છે કે, કોંગ્રેસ નેતાઓએ યંગ ઈંડિયન લિમિટેડ કંપની દ્વારા નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવનારી એસોસિએટેડ જર્નલ્સ (AJL)નું અધિગ્રહણ, ગોલમાલની સાથે પુરુ કર્યું અને લગભગ 5 હજાર કરોડની સંપત્તિ બનાવી લીધી.

 


2012માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક જાહેરહીતની અરજી કરી હતી. તેમણે કોંગ્રેસ નેતાઓ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2012માં સુબ્રમણ્યમ સ્વામીએ જે આરોપ લગાવ્યો હતો, તેમાં એવું પણ સામેલ હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ફ્રોડ કરીને એજેએલને પોતાનું બનાવી લીધું હતું. સાથે જ નેશનલ હેરાલ્ડ. કૌમી આવાજના પબ્લિકેશન રાઈટ્સ પણ લઈ લીધા હતા. તેના માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ મેળવી લીધી હતી. જ્યારે આ પ્રોપર્ટી સરકાર દ્વારા ફક્ત અખબરોની પબ્લિશિંગના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. પણ કોંગ્રેસ નેતાઓએ તેનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ભાડાની આવાક સાથે પાસપોર્ટ કાર્યાલય ચલાવવા માટે કર્યો.

નેશનલ હેરાલ્ડ કેસ

1) નેશનલ હેરાલ્ડ 1938 માં શરૂ કરવામાં આવેલું એક વર્તમાનપત્ર હતું જે ખરેખર તો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં મગજની નીપજ હતું.

2) 1947 માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તેમણે કારભાર સંભાળ્યો ત્યાર પછીથી અખબરનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

3) કોંગ્રેસ પક્ષની વિચારધારાને આકાર આપવામાં આ વર્તમાન પત્રએ મોટો ભાગ ભજવ્યો હતો. અંગ્રેજી અખબારોમાં તે એક મહત્વનું અને અગ્રણી વર્તમાન પત્ર બની ગયું હતું. તેને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નાણાંકીય મદદ મળતી રહી હોવાની ચર્ચા છે.

4) હિન્દીમાં નવજીવન, ઉર્દુમાં કોમી અવાજ અને ઈંગ્લિશમાં નેશનલ હેરાલ્ડ એસોસીએટેડ જર્નલ દ્વારા ચલાવવામાં આવી રહ્યાં હતા.

5) ધીમે ધીમે આ ન્યૂઝપેપર્સનું વેચાણ ઓછું થઈ જતાં વર્તમાન પત્ર પર 90 કરોડનું દેવું થઈ ગયેલું. પરંતુ 2008 માં આ ન્યૂઝપેપરે પોતાનું કામકાજ બંધ કર્યું હતું અને 2016 માં તેનું ડિજિટલ પબ્લિકેશન શરૂ થયું હતું.

6) આ દેવું ભરપાઈ કરવા માટે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી.   જેમાં મોટા ભાગની માલિકી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ગાંધીનાં નામે હતી. તેમણે એસોસીએટેડ જર્નલને ખરીદી લીધી અને ત્યાંથી ફૂટ્યો કૌભાંડનો ભાંડો.

7) ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક PIL નાખી અને કોંગ્રેસનાં નેતાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

8) સ્વામીએ 2012 માં દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડીસ, સામ પિત્રોડા અને સમન દુબે પર નુકસાનમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરને છેતરપિંડીથી અને પૈસાની હેરફેરીથી હડપ કરી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.

8) સ્વામીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે 2000 કરોડની કંપનીની બિલ્ડિંગ પર કબજો જમાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હજારો કરોડની કંપનીને માત્ર 50 લાખ રૂપિયામાં કેવી રીતે ખરીદવામાં આવી?

9) 2015 માં ED દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

10) 2015 માં દિલ્હીની પટિયાલા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ