બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Rahul Gandhi will hold a press conference today at 1 pm

રાજકીય ગરમાવો / આજે એક વાગ્યે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ: સોમવારથી આંદોલન, કોંગ્રેસના આક્રમક મૂડ વચ્ચે જાણો અત્યાર સુધીની મહત્વની વાતો

Malay

Last Updated: 08:24 AM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સજા બાદ તેમનું લોકસભા સભ્યપદ રદ કરાયું છે. લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ મુદ્દે કોંગ્રેસ સોમવારથી દેશભરમાં આંદોલન કરશે.

 

  • રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરાયાનો મામલો
  • રાજકીય આલમમાં ખળભળાટ સાથે ઘમાસાણ
  • આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે રાહુલ ગાંધી

કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઈકાલે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ છે. રાહુલ ગાંધી પરની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ સરકાર સામે આર-પારના મૂડમાં છે. આ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા બપોરે 1 કલાકે પત્રકાર પરિષદ યોજાશે. સાથે જ સોમવારથી કોંગ્રેસ દેશભરમાં મોટું આંદોલન કરશે. પાર્ટીએ રાહુલની સદસ્યતાને એક મોટો મુદ્દો બનાવી દીધો છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કાર્યકર્તાઓને પૂરી તાકાતથી કર્ણાટકની ચૂંટણી જીતવા માટે હાંકલ કરી છે.

Rahul Gandhi first reaction after the cancellation of Lok Sabha membership

આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે રાહુલ ગાંધી
વાયનાડ સંસદીય મતવિસ્તારની સદસ્યતા નાબૂદ થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 1 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. મહત્વનું છે કે, સદસ્યતા રદ થયા પછી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

રાહુલ ગાંધીએ તેમનું સભ્યપદ કેમ ગુમાવ્યું?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા થાય છે, તો તેને દોષિત ઠેરવવાની તારીખથી વધુ છ વર્ષની સજા થશે. * વર્ષો સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધની જોગવાઈ છે. જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે. તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદને છોડવું પડશે.આ નિયમ હેઠળ રાહુલનું સભ્યપદ જતું રહ્યું. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે જે સુરતની કોર્ટે રાહુલને સજા સંભળાવી છે તેણે રાહુલને ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. ત્યાં સુધી રાહુલની સજા પર રોક છે, જેનો અર્થ છે કે તે આ સમયગાળા દરમિયાન જેલમાં જવાનું ટાળશે. ઉપાધ્યાય વધુમાં કહે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, આવા કેસોમાં સજાને સ્થગિત કરવાનો અર્થ છે કે દોષિતને માત્ર જેલમાં જવાથી રાહત મળે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ સંસદ અથવા વિધાનસભાના સભ્ય છે તો તેનું સભ્યપદ છીનવાઈ જશે, મતદાનનો અધિકાર પણ છીનવાઈ જશે. જ્યારથી કોર્ટે રાહુલને દોષિત ઠેરવ્યા છે ત્યારથી જ રાહુલનું સભ્યપદ નિયમ મુજબ ગયું છે.

હવે રાહુલ પાસે કયા વિકલ્પો છે?
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે રાહુલ પાસે માત્ર બે જ વિકલ્પ છે. તેમણે કહ્યું કે જો તેઓ કાયદાકીય રીતે આગળ નહીં વધે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધીને જેલમાં જવું પડી શકે છે. સજા સામે સેશન્સ કોર્ટમાં જવું પડશેઃ રાહુલ ગાંધીને સજા સંભળાવનાર સુરત કોર્ટે તેમને એક મહિનાનો સમય આપ્યો છે. આ એક મહિનાની અંદર રાહુલે કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવી પડશે. આ પછી રાહુલ ગાંધીનું ભવિષ્ય કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

જાણો અત્યાર સુધીની મોટી વાતો 

- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરી દેવામાં આવ્યા બાદ રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે ગતરોજ એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં એક સાંસદે પ્રસ્તાવ મૂક્યો કે હવે તમામ સાંસદોએ રાહુલના સમર્થનમાં રાજીનામું આપી દેવું જોઈએ. જોકે, આ પ્રસ્તાવ પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

- સંસદ સદસ્યતતા રદ્દ કરાયા બાદ લોકસભાની વેબસાઇટ પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં દેવામાં આવ્યું છે. હવે વાયનાડનું નામ ખાલી સીટ તરીકે મૂકવામાં આવ્યું છે. 

- લોકસભા સદસ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું ભારતની અવાજ માટે લડી રહ્યો છું, કોઈપણ કિંમત ચૂકવવા માટે તૈયાર છું. સાથે જ કોંગ્રેસે તેને લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી રાજકીય અને કાયદાકીય રીતે લડાઈ લડવા માટે તૈયાર છે.

- આ મામલે રાહુલ ગાંધીને વિપક્ષનું સમર્થન પણ મળ્યું છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સહિત વિપક્ષના ઘણા મોટા નેતાઓએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.

- પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે રાહુલ ગાંધી પર બુલેટ ટ્રેન કરતા પણ વધારે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધીને કેન્દ્ર સરકારની નીતિ સામે અવાજ ઉઠાવવો મોંઘો પડ્યો. સંસદમાં અને દેશભરમાં સોમવારથી તેમને પાર્ટીના કાર્યક્રમ જોવા મળશે. 

- સદસ્યતા રદ થયા બાદ રાહુલ ગાંધી પર 8 વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લાગી શકે છે. તેમજ રાહુલ ગાંધીને લુટિયન દિલ્હીમાં મળેલો સરકારી બંગલો ખાલી કરવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ