બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Rahul Gandhi garlanded flowers on a cylinder-bike against inflation protest

વિરોધ પ્રદર્શન / VIDEO: મોંઘા પેટ્રોલના વિરોધમાં રાહુલ ગાંધીએ સિલિન્ડર-બાઇક પર ફૂલ ચડાવ્યાં, વિજયચોકમાં ધરણાં-પ્રદર્શન

Dhruv

Last Updated: 01:13 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં વધતી જતી મોંઘવારી વચ્ચે આજે દેશભરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર વિરૂદ્ધ કટાક્ષ કર્યો છે.

  • મોંઘવારી વચ્ચે રાહુલ ગાંધીએ સિલિન્ડર અને મોટરસાઈકલ પર ચઢાવ્યો ફૂલોનો હાર
  • રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો
  • પ્રિયંકા ગાંધી શિમલામાં DC ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અન્ય કોંગ્રેસી નેતાઓ સાથે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ સામે પ્રદર્શન કર્યું છે અને સિલિન્ડર અને મોટરસાઈકલ પર ફૂલોનો હાર પહેરાવ્યો હતો.

પ્રદર્શનની સાથે-સાથે રાહુલ ગાંધીએ ટ્વિટર પર પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું છે. તેઓએ લખ્યું કે, 'प्रश्न न पूछो ‘फ़क़ीर’ से, कैमरा पर बाँटे ज्ञान। जुमलों से भरा झोला लेकर, लूटे हिंदुस्तान॥'

કોંગ્રેસના પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ નિશાન સાધ્યું છે. તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસના લોકોને આટલી મહેનત કરવાની જરૂર નથી. તેઓ મનમોહન સિંહના ઘર સુધી પદયાત્રા કરે ત્યારે તેઓને સમજાશે કે મોંઘવારી કેમ વધી હતી, આજે મોંઘવારી સપ્લાય ચેન અને યુદ્ધના કારણે મોંઘવારી વધી છે, યુકેમાં 20% વધારે મોંઘવારી વધી છે.

છેલ્લાં 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો

વિજય ચોક ખાતે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'છેલ્લાં 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે અને તેનું પરિણામ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો પર પડે છે, અમારી માંગ છે કે સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો બંધ કરે, નહીં તો દેશભરમાં અમારું પ્રદર્શન ચાલશે અને ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેશે.'

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, 'મોદી સરકાર જે રીતે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે તેની વિરૂદ્ધમાં અમે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે, PM મોદીએ છેલ્લાં 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને ઈતિહાસ રચ્યો છે, 137 દિવસ બાદ આડેધડ ભાવ વધારો થઈ રહ્યો છે. અમારી માંગ છે કે સરકાર આ ભાવ પરત લે.'

પ્રિયંકા ગાંધી શિમલામાં DC ઓફિસની બહાર કરશે વિરોધ પ્રદર્શ

આજે દેશના અનેક જિલ્લાઓ સિવાય હિમાચલ પ્રદેશના શિમલામાં પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. ત્યારે એવાં અહેવાલ છે કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જિલ્લાના ડીસી ઓફિસની બહાર આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ