બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Ragi is a boon for health reducing the risk of cancer and diabetes

હેલ્થ / કેન્સર અને ડાયાબિટીસનું જોખમ એકદમ ઘટી જશે, આરોગ્ય માટે વરદાનરૂપ છે સુપર ફૂડ, વિજ્ઞાને પણ ચમત્કારને કર્યો નમસ્કાર

Manisha Jogi

Last Updated: 08:31 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCBIના રિસર્ચ પેપર અનુસાર રાગી કેન્સર જેવી બિમારીઓના જોખમને ઓછું કરે છે. રાગીમાં 0.38 ટકા કેલ્શિયમ, 18 ટકા ફાઈબર અને 3 ટકા ફેનોલિક કમ્પાઉન્ડ છે.

  • રાગી ગોળ ગોળ નાનું દાણેદાર અનાજ છે.
  • રાગીમાં પોલિફિનોલ ફોટોકેમિકલ અને ડાઈટ્રી ફાઈબર રહેલા છે.
  • ડાયટમાં સુધારો કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે. 

સમયમાં કેન્સર સૌથી ઘાતક બિમારી છે. WHO અનુસાર દર વર્ષે કેન્સરના કારણે એક કરોડ લોકોનું મૃત્યુ થાય છે. ભારતમાં પણ કેન્સરના કેસ વધી રહ્યા છે. ઈન્ડિયા અગેઈન્સ્ટ કેન્સરના આંકડા અનુસાર ભારતમાં 27 લાખ લોકો કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. વર્ષ 2020માં કેન્સરના કારણે 8.5 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પ્રકાશિત થયેલ સાઈન્ટીપિક પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, 5 થી 10 ટકા કેન્સર માટે જ જીન જવાબદાર હોય છે. બાકી કેન્સર માટે આપણી લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ જવાબદાર છે. જો લાઈફસ્ટાઈલ અને ડાયટમાં સુધારો કરવામાં આવે તો કેન્સરના જોખમથી અમુક હદ સુધી બચી શકાય છે. 

સમગ્ર વિશ્વમાં ડાયટમાં સુધારો કરવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. જે મોટા અનાજને ગરીબોનું ભોજન કહેવામાં આવતું હતું, તેને સુપરફૂડ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અમેરિક નેશનલી સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન એટલે કે, NCBIના રિસર્ચ પેપર અનુસાર રાગી કેન્સર જેવી બિમારીઓના જોખમને ઓછું કરે છે. 

હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસમાં પણ કારગર

રિસર્ચ પેપર અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી રાગી માટે અનેક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી પરથી રાગીના ગુણો વિશે જાણવા મળ્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, રાગીમાં પોલિફિનોલ ફોટોકેમિકલ અને ડાઈટ્રી ફાઈબર રહેલા છે. અનેક પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સને કારણે રાગી ખૂબ જ વિશેષ અનાજ છે. નવી સ્ટડીમાં રાગીના અન્ય ગુણો વિશે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટડી અનુસાર રાગી ગોળ ગોળ નાનું દાણેદાર અનાજ છે. રાગીમાં 0.38 ટકા કેલ્શિયમ, 18 ટકા ફાઈબર અને 3 ટકા ફેનોલિક કમ્પાઉન્ડ છે. આ કારણોસર આ એક એન્ટી ડાયબેટીક, એન્ટી ટ્યૂમરજેનિક, એન્ટી માઈક્રોબિયલ છે. ઉપરાંત ધમનીઓમાં રહેલ કોલસ્ટ્રોલ પણ દૂર થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ