બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Rachin Ravindra, Ajaz Patel Help New Zealand Escape With A Draw In Kanpur

કાનપુર / IND vs NZ : બાજી હાથમાંથી ગઈ, છેલ્લી વિકેટ ન લઈ શકી ટીમ ઈન્ડીયા, કાનપુર ટેસ્ટ ડ્રો થઈ

Hiralal

Last Updated: 05:00 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલી ટેસ્ટ ડ્રો થઈ છે.

  • ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની કાનપુર ટેસ્ટ ડ્રો 
  • છેલ્લી વિકેટ ન લઈ શકી ટીમ ઈન્ડીયા
  • રચિન રવિન્દ્ર, એઝાઝ પટેલે વિકેટ ટકાવી રાખી
  • ભારતીય મૂળના આ બન્ને ખેલાડીઓએ ભારતનું સપનું કર્યું ચકનાચૂર 
  • ભારત-345, 234/7, ન્યૂઝીલેન્ડ-296, 165/9

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ ડ્રો થઈ છે. ટીમ ઈન્ડીયા છેલ્લી વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડને 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ છેલ્લા બે સેશનમાં ભારતીય સ્પિનર્સના કમાલની સામે કીવી ટીમ બેદમ સાબિત થઈ. કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ રોમાંચક અંદાજમાં કોઈ પણ પરિણામ પર પૂરી થઈ. મેચમાં કિવી ટીમની સામે 284 રનનો ટાર્ગે હતો અને ટીમે અંતિમ દિવસે જોરદાર ટક્કર લઈને બેટિંગ કરીને ટેસ્ટને ડ્રો કરાવી દીધી. મેચને ડ્રો કરાવવામાં ડેબ્યૂ કરી રહેલા રચીન રવિન્દ્ર અને એઝાઝ પટેલે મોટી ભૂમિકા નિભાવી. રચીન 91 બોલમાં અણનમ રહીને 18 રન કર્યાં જ્યારે એઝાઝે પણ વિકેટ બચાવીને 23 બોલનો સામનો કર્યો. છેલ્લી વિકેટ માટે આ જોડીએ કુલ 52 બોલનો સામનો કર્યો.  

કિવી ટીમના અચીન રવિન્દ્ર અને એઝાઝ ભારતનું સપનું ચકનાચૂર કર્યું 
રવિચંદ્રન અશ્વિન (35/3) અને રવિન્દ્ર જાડેજા (40/4)ની કાતિલ બોલિંગના દમ પર એક સમયે ભારત કાનપુર ટેસ્ટ જીતવાની અણી હતું પરંતુ ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના ખેલાડી અચીન રવિન્દ્ર  (91 બોલ, અણનમ 18 રન) અને એઝાઝને મેચ ડ્રો કરાવી દીધી અને આ બન્ને ખેલાડીઓએ ટેસ્ટ જીતવાનું ભારતનું સપનું ચકનાચૂર કરી નાખ્યું. વર્લ્ડ ચેમ્યિન ન્યૂઝીલેન્ડને 284 રનના ટાર્ગેટ મળ્યો હતો. સીરિઝની બીજી ટેસ્ટ વાનખેડે સ્ટેડિયમમાં 3 ડિસેમ્બરે રમાશે. 

બે ભારતીયોએ જીતનું ટીમ ઈન્ડીયાનું સપનું કર્યું ચકનાચૂર 
કિવી ટીમના રચીન રવિન્દ્ર અને એઝાઝ પટેલે પહેલી ટેસ્ટમાં જીતનું ભારતનું સપનું ધૂળમાં મેળવી દીધું. બન્ને ખેલાડીઓએ વિકેટ ટકાવી રાખતા ભારત છેલ્લી વિકેટ ન લઈ શક્યું અને આખરે ટેસ્ટ ડ્રો થઈ. 

કોણ છે રચીન રવિન્દ્ર અને એઝાઝ પટેલ 

રચીન રવિન્દ્રનો  જન્મ 18 નવેમ્બર, 1999ના રોજ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિ કૃષ્ણમૂર્તિ છે અને તેમની માતાનું નામ દીપા કૃષ્ણમૂર્તિ છે. ન્યૂઝીલેન્ડમાં હેટ હોક્સ ક્લબના સ્થાપક રચીન રવિન્દ્રના પિતા રવિએ 1990ના દાયકાની શરૂઆતમાં ભારત છોડ્યું હતું. આ પહેલા તે બેંગલુરુમાં રહેતો હતો. એજાઝનો જન્મ 21 ઓક્ટોબર, 1988ના રોજ મુંબઈમાં થયો હતો. જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ ગયો હતો.‎
 

અશ્વિન અને જાડેજા ઉપરાંત અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી

 અશ્વિન અને જાડેજા ઉપરાંત અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 52 રન ફટકાર્યા હતા. તેના સિવાય નાઇટવોચમેન વિલિયમ સમરવિલેએ 36 અને સુકાની કેન વિલિયમસને 24 રન ફટકાર્યા હતા. મેચ બચાવનાર અચિને અણનમ 18 રન ફટકાર્યા હતા. આ સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો ન હતો.‎

‎પ્રથમ સેશનમાં વિલ સમરવિલે અને ટોમ લાથમે ભારતીય બોલરોને કોઈ સફળતા મળી ન હતી પરંતુ બીજા સેશનનું નામ ત્રણ વિકેટ ઝડપનારા ભારતીય બોલરોના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉમેશ યાદવે લંચ બાદ જ સમરવિલેને શોર્ટ બોલથી આઉટ કર્યો હતો જેણે 110 બોલમાં 36 રન ફટકાર્યા હતા. શુભમન ગિલલોંગ લેગ બાઉન્ડ્રી પર પોતાનો કેચ લે છે. વિલિયમસન પ્રથમ ઈનિંગની તુલનામાં આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હતો જેણે ઇશાંત શર્માને બાઉન્ડ્રી માટે પણ ફટકાર્યો હતો. ‎

‎ઈશાંતનું ફોર્મ ફરી ‎‎નિરાશાજનક રહ્યું હતું. રોસ ટેલરને રવિન્દ્ર જાડેજાએ ચા પહેલા આઉટ કર્યો હતો. ટોમ લાથમે (146 બોલમાં 52 રન) વધુ એક અડધી સદી ફટકારી હતી જેને અશ્વિને આઉટ કરી હતી. આ સાથે અશ્વિને હરભજનને હરાવીને 418 વિકેટ ઝડપી હતી. હરભજનની 103 ટેસ્ટમાં 417 વિકેટ છે. અશ્વિન હવે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ત્રીજો ભારતીય બની ગયો છે.‎

મેચના છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડ જીત માટે 284 રન બનાવ્યાં હતા પરંતુ ટીમ ઈન્ડીયા 9 વિકેટના નુકશાન પર 165 રન બનાવી શકી હતી. ‎‎લંચ પછીની રમત શરુ થતા ભારતીય ટીમને પ્રથમ બોલ પર વિકેટ મળી હતી. ઉમેશ યાદવે નાઈટ વોચમેન વિલિયમ સમરવિલેને પેવેલિયન પરત કર્યો છે. વિલિયમે 110 બોલમાં 36 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાના બોલરોને જોરદાર ફટકો માર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ