બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / questions asked on buying oil from russia hardeep puris befitting reply to us journalist

જવાબ / 'મોદી સરકાર કોઈના દબાવમાં નથી' રશિયા પાસેથી તેલ ખરીદવા પર US પત્રકારને હરદીપ પુરીનો જડબાતોડ જવાબ

MayurN

Last Updated: 02:51 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકન પત્રકારના પ્રશ્નનો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

  • રશિયા પાસેથી તેલ ખરીદવા પર હરદીપ પુરીનો જવાબ
  • અમેરિકી પત્રકારે ભારત પર લગાવ્યો હતો આરોપ
  • ભારત રશિયા પાસેથી રાહત ભાવે તેલ ખરીદી રહ્યું છે

રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકન પત્રકારના પ્રશ્નનો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કોઈપણ પ્રકારના દબાણમાં નથી. તેમણે કહ્યું કે અમારી નૈતિક જવાબદારી ગ્રાહકો પ્રત્યે છે કે તેમને પેટ્રોલ, ડીઝલ સપ્લાય અવિરત કરવામાં આવે.

ભારત યુરોપ કરતા ઘણી ઓછી ખરીદી કરે છે
જયારે દુનીયાભરે રશિયાનું તેલ ખરીદવા પ્રતિબંધ લગાવ્યો હતો. ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું હતું. ત્યારે હાલ અમેરિકન પત્રકાર બેકી એન્ડરસન દાવો કરી રહ્યા હતા કે ભારત રાહત ભાવે તેલ ખરીદીને ફાયદો ઉઠાવી રહ્યું છે. આ સાથે જ તેમણે તેલની ખરીદી ચાલુ રાખવા અંગે પણ સવાલો કર્યા હતા. પુરીએ જવાબ આપ્યો, 'હું પહેલા તમારી ધારણાને સુધારવાનો પ્રયાસ કરીશ. અમારું નાણાકીય વર્ષ 31 માર્ચ, 2022 ના રોજ સમાપ્ત થયું અને રશિયન તેલની ખરીદી માત્ર 0.2 ટકા હતી, 2 ટકા પણ નહીં. જે યુરોપ બપોર સુધીમાં ખરીદે છે તેના ચોથા ભાગની જ ખરીદી કરીએ છીએ. 'આ સાથે જ તેણે પત્રકારને એ પણ કહ્યું કે ગયા મહિને ઈરાક ભારતનો સૌથી મોટો સપ્લાયર હતો, રશિયા નહીં.

ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરાવવું એ નૈતિક જવાબદારી
રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, 'પેટ્રોલ, ડીઝલ મેળવતા રહેવાની અમારા ગ્રાહકો પ્રત્યે અમારી નૈતિક જવાબદારી છે. અમે રશિયન તેલ ખરીદવા માટે નૈતિક રીતે સંઘર્ષ કરી રહ્યા નથી. અમે X અથવા Y માંથી તેલ ખરીદતા નથી. અમે જે ઉપલબ્ધ છે તે ખરીદીએ છીએ. હું ખરીદી કરતો નથી, તેલ કંપનીઓ ખરીદે છે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતની વાતચીત માત્ર અમેરિકા અને યુરોપ સાથે જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની સરકાર કોઈ દબાણમાં નથી.

શું ભારત પાસે બેકઅપ યોજનાઓ છે?
પુરીએ કહ્યું, “અમારી પાસે અનેક બેકઅપ પ્લાન છે. અમેરિકા અને યુરોપ સાથે વાતચીત ચાલુ છે. મોદી સરકાર દબાણમાં નથી. અગાઉ પણ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કોઈ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવા કહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, 'ભારત જ્યાંથી ખરીદવું હશે ત્યાંથી તેલ ખરીદશે. આનું સાદું કારણ એ છે કે આ ચર્ચાને ભારતની ઉપભોક્તા વસ્તી સુધી લઈ જઈ શકાતી નથી….શું કોઈએ મને રશિયા પાસેથી તેલ ખરીદવાની મનાઈ કરી છે? જવાબ ના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Journalist Russia US modi government oil supply petroleum minister hardeep puri russia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ