બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Punjab's new CM embroiled in controversy

વિવાદ / "પંજાબના નવા મુખ્યમંત્રી મહિલાઓની સુરક્ષા માટે જોખમ રૂપ" રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષે આપ્યું ચોંકાવનારુ નિવેદન

Ronak

Last Updated: 06:35 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના નવા CM ચન્ની પર રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષે ગંભીર આરોપો લગાવ્યા છે. જેમા અધ્યક્ષ રેખા શર્માએ એવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે નવા મુખ્યમંત્રી મહિલાઓની સુરક્ષાને મામલે જોખમરૂપ છે.

  • પંજાબના નવા CM ઘેરાયા વિવાદોમાં 
  • રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષે આપ્યું ચોંકવાનારુ નિવેદન 
  • મહિલાઓની સુરક્ષા માટે નવા CMને ગણાવ્યા જોખમરૂપ 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની શપથ લીધા બાદ વિવાદોમાં ઘેરાયા છે. 2018માં મી ટૂં મૂવમેંટ વખતે તેમણે મહિલા આઈએએસ અધિકારીને તેમણે અશ્લિલ મેસેજ મોકલ્યો હતો તેવા તેમના આરોપ લાગ્યા હતા. જેથી રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ નવા મુખ્યમંત્રી ચન્નીને મહિલાઓની સુરક્ષા માટે જોખમ રૂપ ગણાવ્યા છે. 

2018માં લાગ્યા હતા ગંભીર આરોપ 

સમગ્ર મામલે રેખા શર્માએ એ વાત પર હેરાનગતિ વ્યક્ત કરી કે મહિલાના નેતૃત્વ વાળી ટીમે ચન્નીને પંજાબના મુખ્યમંત્રી શા માટે બનાવ્યા. 2018માં મી ટૂ મૂવમેંટ વખતે નવા મુખ્યમંત્રી ચન્ની પર ગંભીર આરોપો લાગ્યા હતા. તેમને પાર્ટીમાંથી હટાવા માટે રાજ્ય મહિલા આયોગે ધરણા પણ આપ્યા હતા. પરંતુ કશું ન થયું. 

વિવાદ સમયે અમરિંદર સરકારમાં મંત્રી પદે 

જે સમયે ચન્ની વિવાદોમાં ઘેરાયા હતા તે સમયે તેઓ અમરિંદર સરકારમાં મંત્રી પદે હતા. સમગ્ર મામલે રેખા શર્માએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી એ પાર્ટીથી જે પાર્ટીની પ્રમુખ એક મહિલા છે. સાથેજ તેમણે એવું કહ્યું કે ચન્ની મહિલાઓની સુરક્ષાને લઈને મોટો ખતરો છે. 

નવા CM સામે તપાસ થવી જરૂરી : રેખા શર્મા 

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ સમગ્ર મામલે એવું નિવેદન આપ્યું છે કે નવા મુખ્યમંત્રી ચન્ની સામે તપાસ થવી ખૂબ જરૂરી છે. કારણકે તે મુખ્યમંત્રી બનવાને લાયક નથી. સાથેજ તેમણે સોનિયા ગાંધીને એવી અપિલ કરવામાં આવી છે કે ચન્નીને મુખ્યમંત્રી પદ પરથી હટાવામાં આવે. 

મહિલા IAS અધિકારીને અશ્લિલ મેસેજ મોકલ્યા હોવાનો આરોપ 

ઉલ્લેખનીય છે કે 2018માં એક મહિલા આઈએએસ અધિકારીએ મુખ્યમંત્રી ચન્ની પર એવા આરોપ લગાવ્યા હતા કે તેમણે તેને અશ્લિલ મેસેજ મોકલ્યા હતા. તે સમયે પંજાબ મહિલા આયોગ અધ્યક્ષ મનીષા ગુલાટીએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગી તેની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. તે સમયે તેઓ પંજાબના ટેક્નીકલ શિક્ષા મંત્રી હતા. જોકે મહત્વનું છે કે હવે તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ આ મુદ્દો ઘણો ઉછળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ