બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Punjab DGP's big revelation in Sidhu moosewala murder case, Lawrence gang takes responsibility

ચંદીગઢ / BIG NEWS : સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબ DGPનો મોટો ખુલાસો, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી, 3 હથિયારોથી થયો હુમલો

Hiralal

Last Updated: 10:24 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબના DGP વીકે ભાવરાએ ખુલાસો કર્યો છે.

  • પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પંજાબના DGPનો મોટો ખુલાસો
  • કેનેડાની લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
  • 3 પ્રકારના હથિયારોથી થયો હુમલો

 પંજાબના ડીજીપી વીકે ભાવરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને  સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસ પરથી પરદો ઉંચક્યો હતો. ડીજીપીએ ભાવરાએ કહ્યું કે કેનેડાની લોરેન્સ ગેંગે મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે અને તેમની પર 3 પ્રકારના હથિયારોથી હુમલો થયો હતો. 

સિદ્ધુ મૂસેવાલા રવિવારે બૂલેટપ્રૂફ વગરની કારમાં ગયા-ડીજીપી 

ડીજીપીએ જાણકારી આપી છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. તે સમગ્ર મામલાની તપાસ કરશે. ડીજીપીએ જણાવ્યું કે કેનેડામાં બેઠેલી લોરેન્સ વિશ્નોઇ ગેંગના સભ્ય લકીએ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. ડીજીપીએ કહ્યું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ત્રણ અલગ અલગ બોર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીજીપીએ એમ પણ કહ્યું છે કે સિદ્ધુ મુસેવાલા રવિવારે તેમની બુલેટપ્રૂફ કાર તેમની સાથે લઈ ગયા ન હતા. આ સિવાય તેમણે પોતાના બે કમાન્ડો પણ લીધા ન હતા.

2 કારમાં આવ્યાં બદમાશો 
ડીજીપીએ આગળ કહ્યું કે સિદ્ધુ મુસેવાલા જાતે કાર ચલાવીને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તેમની સાથે બીજા બે લોકો પણ હતા. જ્યારે તે માણસા જિલ્લામાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે તેમની કાર સામે બે કાર આવી હતી. તેમાં બેઠેલા બદમાશોએ મુસેવાલાની કાર પર ગોળીબાર કર્યો હતો. આમાં તેમને ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ ગેંગ વચ્ચે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે.

સરકારે 4માંથી 2 કમાન્ડો પાછા ખેંચી લીધા હતાઃ ડીજીપી
ડીજીપીએ કહ્યું કે સિદ્ધુ મુસેવાલાને પંજાબ સરકાર તરફથી સુરક્ષા માટે ચાર કમાન્ડો મળ્યા હતા. આ કમાન્ડોમાંથી માત્ર 2 કમાન્ડોને જ પરત લેવામાં આવ્યા હતા. પરંતુ જે બે કમાન્ડો તેની સાથે હતા, રવિવારે તેઓ બે કમાન્ડોને પણ લઈ ગયા નહોતા.  

પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરાઈ 

પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે મૂસેવાલા પર ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ મૂસેવાલાને ગંભીર હાલતમાં માણસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૂસેવાલા સાથે રહેલા અન્ય બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૂસેવાલાને ગુંડાઓ તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલા મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે પણ ચૂંટણી લડી હતી. વિજય સિંગલાએ માણસા બેઠક પરથી મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ