બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Punjab Congress chief Navjot Singh Sidhu asks Congress leadership for freedom to take decisions

Video / જો મને નિર્ણય લેવાથી રોક્યો તો કોઈને નહીં છોડું : કેપ્ટન સાથે કકળાટ વચ્ચે સિદ્ધુએ કોને આપી ધમકી?

Parth

Last Updated: 06:36 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે કેપ્ટન અમરિન્દર સિંઘે કરેલા શક્તિ પ્રદર્શન બાદ સિદ્ધુ ખૂબ રોષે ભરાયા છે અને તેજાબી નિવેદનો આપી રહ્યા છે.

  • પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહ પર સિદ્ધૂનો પ્રહાર
  • જો તમે મને નિર્ણય ન લેવા દીધો તો હું કોઈને નહીં છોડુ-સિદ્ધૂ
  • કેટલાક ધારાસભ્ય, મંત્રી પણ CM બદલવાની કરી રહ્યા છે માગ
  • વિવાદો વચ્ચે નવજોતસિંહ સિદ્ધૂને સોંપાયું હતું પંજાબ કોંગ્રેસ પ્રમુખનું પદ
  • નવજોતસિંહને કેટલાક નિર્ણય ન લેવા દેતા ફરી વધ્યો વિવાદ

અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધૂ વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ ચૂંટણી પહેલા કામ કરીને પાર્ટીને મજબૂત કરવાની જગ્યાએ કોંગ્રેસનાં નેતાઓ અંદરોઅંદર જ ખેંચતાણ કરી રહ્યા છે. રાજ્યમાં સિદ્ધુ અને અમરિન્દરસિંઘ છેલ્લા ઘણા સમયથી સામસામે આવી ગયા છે અને કોંગ્રેસ હાઇકમાન્ડનાં વારંવાર અપાતાં નિર્દેશો છતાં બંને વચ્ચે સંઘર્ષ વધતો જઈ રહ્યો છે. એવામાં આજે સિદ્ધુએ વાતવાતમાં કોંગ્રેસ હાઇકમાન્ડને જ ધમકી આપી દીધી છે. 

સીધી ધમકી આપી 
ગુરુવારે કેપ્ટન અમરિન્દર સિંઘે કરેલા શક્તિ પ્રદર્શન બાદ સિદ્ધુ ખૂબ રોષે ભરાયા છે અને તેજાબી નિવેદનો આપી રહ્યા છે. તેમણે ખુલ્લી ધમકી આપી છે કે જો મને નિર્ણય લેવાથી રોકવામાં આવ્યો તો ઈંટથી ઈંટ વગાડી દઇશ. નોંધનીય છે કે આજે જ કોંગ્રેસ પાર્ટી દ્વારા સિદ્ધુનાં સલાહકાર માવીન્દર સિંહનું રાજીનામું લેવામાં આવ્યું છે ત્યારે ક્રિકેટરમાંથી રાજેનતા બનેલા સિદ્ધુએ ધમકી આપી છે. 

કોંગ્રેસે કહ્યું તમારે જ નિર્ણય લેવાના છે ભાઈ 
કોંગ્રેસે પણ આ મુદ્દે આધિકારિક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસનાં પ્રદેશ પાર્ટીની નીતિ અને બંધારણ અનુસાર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. કોંગ્રેસનાં મહાસચિવ અને પંજાબનાં પ્રભારી હરીશ રાવતે કહ્યું છે કે જો પ્રદેશ અધ્યક્ષ નિર્ણયો નહીં લે તો કોણ લેશે? 

સિદ્ધુએ આપી દીધી ધમકી 
અમૃતસરની એક બેઠકમાં સિદ્ધુએ કહ્યું છે કે પાર્ટી હાઇકમાંડે મને નિર્ણય લેવાની આઝાદી આપવી જોઈએ, હું સુનિશ્ચિત કરું છું કે પાર્ટી આગામી વીસ વર્ષ સુધી સત્તામાં રહેશે. પણ જો આઝાદી આપવામાં નહીં આવે તો એકેય ને નહીં છોડું. 

કાશ્મીરને લઈને થયો હતો વિવાદ 
નોંધનીય છે કે સિદ્ધુનાં સલાહકાર મલવિંદર સિંઘ માલીએ હાલમાં જ વિવાદિત નિવેદન આપ્યું હતું જે બાદ રાજ્યના મુખ્યમંત્રી નારાજ થઈ ગયા હતા. ભારે વિરોધ બાદ કોંગ્રેસ દ્વારા માલીને હટાવી દેવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ