બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / punjab and haryana high court says regular police complaint from wife will like husband harassment

ચુકાદો / પત્ની વારંવાર પોલીસ ફરિયાદ અને આત્મહત્યાની ધમકી આપે તો તેને અત્યાચાર ગણાય: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ

Pravin

Last Updated: 12:49 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઘણી વાર કોર્ટ સુધી પહોંચતા હોય છે અને તેમાંય છૂટાછેડાના તો અસંખ્ય કેસો આવતા હોય છે, આવો જ એક કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આવ્યો છે.

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • પતિની અરજી માન્ય રાખી છૂટાછેડાની મંજૂરી આપી
  • પત્ની તરફથી વારંવાર ફરિયાદ અને આત્મહત્યાની આપતી હતી ધમકી

દેશની કોર્ટોમાં મોટી સંખ્યામાં છૂટાછેડાના કેસો ચાલતા જ રહેતા હોય છે. આવો જ એક કિસ્સો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી સામે આવ્યો છે. આ દરમિયાન જસ્ટિસ રિતુ બાહરી અને જસ્ટિસ મીનાક્ષી આઈ મહેતાની પીઠે પંચકૂલાની ફેમિલી કોર્ટનો એક ચુકાદો રદ કરતા કહ્યું કે, પતિની છૂટાછેડાની માગને મંજૂરી આપવામાં આવે છે. આ દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈ મહિલા વારંવાર પોલીસમાં પોતાના પતિ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે, સુસાઈડની ધમકી આપતી રહે છે, તો આ પતિ પર અત્યાચાર તરીકે માનવામાં આવશે.

હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, ભલે પોલીસમાં પત્ની તરફથી આપવામાં આવેલી ફરિયાદને પાછી લેવામાં આવી હોય, પણ તેમ છતાં પતિ માટે મુશ્કેલીનું કારણ બને છે. હાઈકોર્ટે કહ્યું કે, આ મામલાની સુનાવણી દરમિયાન પોતાના ચુકાદામાં એવું પણ કહ્યું કે, તેમાં પતિ-પત્નીના 7 વર્ષથી અલગ રહેવાનો મામલો છે. ત્યારે આવા સમયે લગ્નને નિષ્ક્રય કહેવાય. હાઈકોર્ટે આ આધાર પર પતિના છૂટાછેડાની માગને મંજૂરી રાખી હતી. 

પતિએ લગાવ્યો હતો આરોપ

આ કેસ 201969માં પંચકૂલાની ફેમિલી કોર્ટમાં રદ થઈ ચુક્યો હતો. પતિએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, તેમના લગ્ન 26 સપ્ટેમ્બર 2014માં થયા હતા. દંપતિને કોઈ સંતાન નથી, તેની પત્ની તેનાથી અલગ રહે છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેની પત્ની પિયરમાં ગયા બાદ ખોટા ખોટા કેસ કરીને ફસાવાની ધમકી આપતી રહે છે. સાથે જ વારંવાર આત્મહત્યા કરવાની ધમકી પણ આપતી રહે છે. તેણે એવી પણ જાણકારી આપી કે, તેની પત્નીએ 2 માર્ચ 2015ના રોજ ક્રાઈમ અગેંસ્ટ વીમેન્સ સેલમાં માતા, બહેન સહિત પુરા પરિવારના અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલી હતી. પણ બાદમાં તેણે કહ્યુ કે, તે આ ફરિયાદ ચાલુ રાખવા માગતી નથી. આ કેસમાં બધાને 5 વાર પોલીસ સામે હાજર થવું પડ્યું.

પત્નીએ તમામ આરોપ ખોટા ગણાવ્યા

પતિના જણાવ્યા અનુસાર તેની પત્નીએ બાદમાં અંબાલાના એસીપીને પણ તેમના વિરુદ્ધ ફરિયાદ કરાવી. તેના પર કાર્યવાહી કરતા પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. સાથે જ કોર્ટે તેને 6 વાર હાજર થવા પણ બોલાવ્યો હતો, બાદમાં પત્નીએ કોર્ટમાં કોઈ નિવેદન આપ્યું નહોતું અને તેને આરોપ મુક્ત કરવામા આવ્યો હતો. પત્ની તરફથી ક્રાઈમ અગેંસ્ટ વીમેન્સ સેલમાં પણ વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેના કારણે પતિની મુશ્કેલીઓ વારંવાર થતી રહેતી. પત્નીએ કહ્યું કે, તેના પર લગાવામા આવેલા આરોપો ખોટા છે. તેનું તો એવું પણ કહેવુ છે કે, પતિએ દહેજમાં કાર પણ માગી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ