બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / pune corona vaccine delivered in palghar zaat village maharashtra with drone

કોરોના વાયરસ / હવે આ રાજ્યમાં પણ પહેલી વાર ડ્રોનથી અંતરિયાળ ગામમાં રસી પહોંચાડવામાં આવી

Dharmishtha

Last Updated: 09:05 AM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના જાટ ગામમાં રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ તરફથી ડ્રોનના માધ્યમથી રસી પહોંચાડવામાં આવી.

  • જ્યાં 1 કલાક લાગતો હતો ત્યાં ડ્રોનના માધ્યમથી 9.5 મિનિટમાં રસી પહોંચી
  •  પાલઘરના ભૌગોલિક સ્થિતિ અથવા રસ્તે રસી પહોંચાડવું ઘણું મુશ્કેલ
  •  માત્ર 9.5 મિનિટમાં રસીના 300 ડોઝને જાટ ગામ પહોંચાડવામાં આવ્યા

જ્યાં 1 કલાક લાગતો હતો ત્યાં ડ્રોનના માધ્યમથી 9.5 મિનિટમાં રસી પહોંચી

દેશમાં રસીકરણનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત અંતરિયાળ ગામડામાં રસી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં એવા વિસ્તાર છે જ્યાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જાટ ગામમાં  રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ તરફથી  ડ્રોનના માધ્યમથી રસી પહોંચાડવામાં આવી. આની શરુઆત એડિશનલ ચીફ સેક્રેટરી (સ્વાસ્થ્ય) ડો. પ્રદીપ વ્યાસ તરફથી કરવામાં આવી છે. સામાન્ય રીતે અહીં રસી પહોંચાડવામાં  1 કલાકનો સમય લાગે છે. પણ ડ્રોનના માધ્યમથી 9.5 મિનિટમાં તેને પહોંચાડી દેવામાં આવી છે.

 

પાલઘરના ભૌગોલિક સ્થિતિ અથવા રસ્તે રસી પહોંચાડવું ઘણું મુશ્કેલ

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના ડેપ્ટી ડાયરેક્ટર (કોંકણ) ડો. ગોરી રાઠોડ તરફથી કહેવામાં આવ્યું છે કે પાલઘરના ભૌગોલિક સ્થિતિ અથવા રસ્તે રસી પહોંચાડવું ઘણું મુશ્કેલ છે. ડ્રોનની મદદથી આને 10 મિનિટની અંદર પહોંચાડી શકાય છે. પહેલા તેને પહોંચાડવામાં 1 કલાકનો સમય લાગતો હતો. ત્યારે ડો.  પ્રદીપ વ્યાસે જણાવ્યું કે હાજર સમયમાં આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યો છે. અમે બધાએ આના ખર્ચા પર ધ્યાન કરી રહ્યા છીએ જેથી  આગળ કયા વિસ્તારોમાં આને વધારી શકાય. આ ડ્રોન 15થી 20 કિમી સુધી જઈ શકે છે અને આના માધ્યમથી 5 કિલોથી વધારે વજન મોકલી શકાય છે.

 માત્ર 9.5 મિનિટમાં રસીના 300 ડોઝને જાટ ગામ પહોંચાડવામાં આવ્યા

આ ડ્રોનને મુંબઈના રહેવાસી યુવક ધવલ ઘેલાશા ઉડાડે છે. તેમનું કહેવું છે કે અમારું બસ સ્ટેશન જવાહરમાં છે. આ પ્રોજેક્ટની પાઈલોટ ફ્લાઈટ જાટ ગામ સુધી હતી. સામાન્ય રીતે ત્યાં રસી પહોંચાડવામાં 1 કલાકનો સમય લાગતો હતો. પણ ડ્રોનના માધ્યમથી માત્ર 9.5 મિનિટમાં રસીના 300 ડોઝને જાટ ગામ પહોંચાડવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી આ પહેલા તેલંગાણા અને ઉત્તરાખંડના ગામોમાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવી છે. તેલંગાણામાં સપ્ટેમ્બરમાં હૈદરાબાદથી 75 કિમીના અંતર પર વિકરાબાદમાં ડ્રોનના માધ્યમથી દવા પહોંચી ગઈ હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra pune vaccine ડ્રોન મહારાષ્ટ્ર રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ