બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Pujari created history by 'lifting the weight' of the struggle

CWG 2022 / પિતા ટ્રક ડ્રાઈવર...સારા ડાયટના પણ પૈસા નહોતા: સંઘર્ષનો 'ભાર ઊંચકી'ને પૂજારીએ રચ્યો ઈતિહાસ

Priyakant

Last Updated: 11:25 AM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2008 ઓલિમ્પિકમાં જ્યારે ગુરુરાજાએ સુશીલ કુમારના ગળામાં મેડલ જોયો ત્યારે તેમણે નક્કી કર્યું કે, તે કુસ્તીમાં કારકિર્દી બનાવશે. આ માટે તેમણે અખાડામાં જવાનું શરૂ કર્યું પરંતુ તેમની શાળાના શિક્ષકે તેને સલાહ આપી. જે બાદમાં તેમણે કુશ્તીને બદલે વેઈટલિફ્ટિંગમાં હાથ અજમાવ્યો અને આજે બ્રોન્ઝ મેડલ જીત્યા

  • સંઘર્ષનો 'ભાર ઊંચકી'ને ગુરુરાજા પૂજારીએ જીત્યો બ્રોન્ઝ મેડલ 
  • સારા ડાયટના પણ પૈસા નહોતા.. અને પછી મહેનતથી આગળ વધ્યા 
  • શિક્ષકની સલાહને અનુસરીને વેઈટલિફ્ટિંગમાં આગળ વધ્યા ગુરુરાજા પૂજારી

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ દરમ્યાન તમામ ખેલાડીઓના દિલમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે, તેઓ મેડલ જીતીને દેશનું નામ રોશન કરે. ખેલાડીઓની એ જ ભીડમાં નાના કદના વેઇટલિફ્ટર ગુરુરાજા પૂજારીએ પણ CWGના બીજા દિવસે ભારતની બેગમાં બ્રોન્ઝ મેડલ મૂક્યો અને ભવે વિજય મેળવ્યો. તેમણે ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં 151 કિલો વજન ઉઠાવીને મેડલ મેળવ્યો હતો. આ 148 વજન ઊંચકવાના તેના વ્યક્તિગત રેકોર્ડ કરતાં ત્રણ કિલો વધુ હતું.

વેઇટલિફ્ટર ગુરુરાજા પૂજારી

કર્ણાટકના કુંડાપુરના રહેવાસી ગુરુરાજા પૂજારી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગુરુરાજા 2018 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. ગત કોમનવેલ્થ ગેમ્સમાં 29 વર્ષીય ગુરુરાજાએ 56 કિગ્રા વજન વર્ગમાં 249 કિલો વજન ઉપાડ્યું હતું. 

ફિલ્મી સ્ટોરી જેવી છે ગુરુરાજાની કહાની 

દેશ માટે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ગુરુરાજા પૂજારીની વાર્તા કોઈ ફિલ્મથી ઓછી નથી. વર્ષ 2008 ઓલિમ્પિકમાં જ્યારે ગુરુરાજાએ સુશીલ કુમારના ગળામાં મેડલ જોયો ત્યારે તેમણે નક્કી કર્યું કે, તે કુસ્તીમાં કારકિર્દી બનાવશે. આ માટે તેણે અખાડામાં જવાનું શરૂ કર્યું પરંતુ તેમની શાળાના શિક્ષકે તેને સલાહ આપી. જે બાદમાં તેમણે કુશ્તીને બદલે વેઈટલિફ્ટિંગમાં હાથ અજમાવ્યો. શિક્ષકની સલાહને અનુસરીને તેમણે પોતાને વેઈટલિફ્ટિંગમાં નાખ્યો, પરંતુ આ દરમ્યાન તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. તેમના પિતા મહાબલા પૂજારી પાસે એટલા પૈસા ન હતા કે તેઓ તેમને સારો આહાર આપી શકે. તેમના પિતા પણ બહારના લોકો પાસેથી ઘણું સાંભળતા હતા કે તે ક્યારે તેના પુત્ર માટે આ બધું કરવાનું ચાલુ રાખશે.

 

નશીબ ચમક્યું અને એરફોર્સમાં નોકરી મળી 

ગુરુરાજાએ ધીમે ધીમે વેઈટલિફ્ટિંગમાં ઘણું નામ કમાવવાનું શરૂ કર્યું. આ દરમ્યાન તેમણે જે પણ ઈનામ જીત્યું તે તે પોતાના ડાયટ પર ખર્ચ કરતો ગયો. આવી સ્થિતિમાં તેમણે નોકરીની શોધમાં સેનામાં જોડાવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના નાના કદના કારણે તેને ત્યાં તક ન મળી. આવી સ્થિતિમાં તે હતાશ થઈ ગયો પરંતુ તેને કોઈ પાસેથી માહિતી મળી કે એરફોર્સમાં ઊંચાઈને લઈને છૂટ છે. પછી શું હતું તેઓ મહેનત કરીને એરફોર્સમાં જોડાયા. જે બાદમાં તેમણે પાછું વળીને જોયું નથી અને વેઈટલિફ્ટિંગમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ