બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / protect your car from extreme heat car tips

તમારા કામનું / કાળઝાળ ગરમીમાં લોન્ગ રૂટ પર કારને વધારે પડતી ગરમ થતી બચાવો, આ ટિપ્સ તમારા ખૂબ કામમાં આવશે

Arohi

Last Updated: 04:12 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતી ગરમી અને સન લાઈટના સંપર્કમાં આવતા જ તમારી કારને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

  • કાળઝાળ ગરમીથી લોકો બેહાલ 
  • ગરમીથી કારને આ રીતે રાખો સલામત 
  • સિમ્પલ સ્ટેપ્સ કરો ફોલો

તાપમાન દરરોજ એક નવા રેકોર્ડ પર પહોંચી રહ્યું છે. આવી સ્થિતિ દરેક માટે હાનિકારક છે. આટલી ગરમીમાં તમારી કાર પણ એટલી સલામત નથી. જ્યારે વધુ પડતી ગરમી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તમારી કારને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પેઇન્ટને નુકસાન, ડેશબોર્ડ પર તિરાડો, અપહોલ્સ્ટ્રીને નુકસાન અને બીજુ પણ ઘણુ બધુ. 

યુવી કિરણો કારના આંતરિક અને બહારના ભાગને ખરાબ રીતે અસર કરી શકે છે. આ બધાના કારણે તમારી કાર વહેલી જૂની થઈ જાય છે. એન્જિન ફેલ થવાના કિસ્સા પણ સામે આવે છે. અમે તમને જણાવીએ કે ઉનાળા દરમિયાન તમારી કારને આ સિમ્પલ સ્ટેપ્સ દ્વારા કેવી રીતે સુરક્ષિત કરી શકો છો.

વિન્ડો શેડ્સનો ઉપયોગ કરો
સૌપ્રથમ તડકામાં પાર્કિંગ કરવાનું ટાળો જો કે તે હંમેશા શક્ય ન હોય પરંતુ જ્યારે પણ તમે પાર્ક કરો ત્યારે થોડો સમય બગાડીને પણ તેને છાયડો શોધીને તેમાં જ પાર્ક કરો. આ ઉપરાંત તમારે તમારી કારના આંતરિક ભાગને સુરક્ષિત રાખવા માટે વિંડો શેડ્સનો ઉપયોગ કરવો જોઈએ.

વિન્ડો ટિન્ટ્સ લગાવો 
તમે યુવી પ્રોટેક્ટિવ વિન્ડો ટીન્ટ્સ પણ લગાવી શકો છો. એવું કહેવાય છે કે આવી વિન્ડો યુવી કિરણોને 99.9 ટકા સુધી રિફ્લેક્ટ કરે છે. ડ્રાઇવિંગ કરતી વખતે પણ વિન્ડો શેડ્સ સેફ છે. જો કે એ વાતની ખાતરી  જરૂર કરો કે કાચનું VLT (વિઝ્યુઅલ લાઇટ ટ્રાન્સમિશન) કાયદાકીય મર્યાદામાં છે.

કાર પર વેક્સ કરી શકો છો 
ગરમીમાં ધૂળીયા પવનના કારણે તમારી કારને નિયમિત રીતે સાફ કરાવવી જરૂરી છે. ધૂળને દૂર રાખવાથી તમારી કારની હેલ્થમાં ઘણો સુધાર થઈ શકે છે. તેનાથી તમે યુવી કિરણોને રોકવા અને વધારે ટેમ્પરેચરને વધવાથી રોકવા માટે તમારી કારને વેક્સ કરાવી શકો છો.  

ટાયર પ્રેશર મેન્ટેઈન રાખો 
છેલ્લે ગરમીની સિઝનમાં ટાયરના પ્રેશરના લેવલને ચેક કરવું ખૂબ જ જરૂરી છે. સુનિશ્ચિત કરો કે ટાયર પ્રેશર ઓછુ અથવા વધારે ન હોય. હીટ કંડીશનમાં ટાયર ફાટવાથી બચવા માટે ટાયરમાં થોડી જગ્યા રાખવી જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ