પાટણ યુનિવર્સિટીમાં B.Edમાં પ્રવેશનો વિવાદ વકર્યો

By : vishal 08:18 PM, 07 August 2018 | Updated : 08:18 PM, 07 August 2018
છેલ્લા છ દિવસથી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બીએડની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાની માગને લઈને NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.

આ મામલે કુલપતિએ કોઈ કાનસૂરો ન આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા ત્યારબાદ કુલપતિની ગાડીમાંથી હવા કાઢી અને ગાડી પર કાદવ ઉછાળ્યો હતો. 

આ પહેલા પણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. કિરીટ પટેલે યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ઓડિયો પણ વાયરલ ક્ર્યો હતો.

સમગ્ર ઘટના વિશે જણાવીયે તો, છેલ્લા છ દિવસથી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બીએડની ઓન લાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવાની માંગને લઈને NSUI દ્વારા કુલપતિ બીએ.પ્રજાપતિ સામે વિદ્યાર્થી પાંખે મોરચો માંડ્યો છે.

કુલપતિની કારની હવા કાડીને તેમની કાર ઉપર કીચડ નાખવા સાથે તેમના ઘરનો ઘેરાવ કરવા સહીતનો વિરોધ આ યુનિવર્સીટીમાં કરવામાં આવ્યો છે.

તો કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા પણ કુલપતિ ઉપર બંગડીઓ ફેંકવાની ઘટનાઓ બનવા પામી હતી, અને કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. 

જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પેટેલ દ્વારા યુનિવર્સિટીમાં સાથે સંકળાયેલ કોલેજના ટ્રસ્ટીઓ ગેરકાયદેસર 1,50 લાખ જેટલી ફી વિદ્યાર્થીઓ પાસેથી લીધી હોવાનું કબુલતા આ મામલો હવે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાયો છે.

જોકે આ બાબતે જ્યારે યુનિવર્સિટીના કુલપતિ બી.એ પ્રજાપતિનો સંપર્ક કરવાની કોસિસ કરવામાં આવી તો તેઓ તેમની ઓફિસેથી અદ્રર્શ્ય જોવા મળ્યા હતા.

તેમની ઓફિસે તાળા હતા સાથે તેઓએ મીડીયાના ફોન રીસીવ કરવાનું પણ ટાળ્યું હતું. એટલે ધારાસભ્યના ઓડિયો પ્રકરણ બાદ હવે યુનિવર્સિટી ખુલ્લી પડી જવા પામી છે

કુલપતિ બી.એ.પ્રજાપતિ પાસે આનો કોઈજ જવાબ ના હોય તેમ તેઓ મિડીયાથી ભાગી રહ્યા છે અને મીડિયાના ફોન રીસીવ કરવાનું ટાળી રહ્યા છે. 

જોકે કોંગ્રેસ પણ કોઈ પણ ભોગે યુનિવર્સિટીમાં ચાલતા ભ્રસ્તાચારના મુદ્દે લડી લેવાના મુડમાં છે. હાલતો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કરતા પોલીસ વધુ જોવા મળી રહી છે.Recent Story

Popular Story