બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / priyanka gandhi extends condolences and meets mayawati

દિલ્હી / માયાવતીને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી, માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Mayur

Last Updated: 04:32 PM, 14 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • પ્રિયંકા ગાંધી માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા
  • તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
  • 92 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી મોત 

દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા

કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે દિલ્હીમાં બસપા સુપ્રીમો માયાવતીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. માયાવતીની માતા રામરતિનું શનિવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેઓની ઉંમર 92 વર્ષની હતી અને છેલ્લા કેટલાક દિવસોથી તબિયત અસ્વસ્થ હતી.

આ બાબતની જાણકારી મળતા જ બહુજન સમાજ પક્ષ દ્વારા પણ એક પ્રેસનોટ જાહેર કરીવામાં આવી હતી. 

Image

અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ લવાયો 
શનિવારે માયાવતીને માતાના અવસાનના સમાચાર મળતા જ માયાવતી નવી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ ટ્વિટર પર રામરતિના નિધનના સમાચાર શેર કરતી વખતે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે પરિવારના અન્ય સભ્યો ભેગા થયા બાદ રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે 3, ત્યાગરાજા માર્ગ, નવી દિલ્હી ખાતે રાખવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી યોગી, હૃદય નારાયણ અને પ્રિયંકાએ શોક વ્યક્ત કર્યો
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, વિધાનસભાના અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિત અને ઉપાધ્યક્ષ નીતિન અગ્રવાલ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા રાજકારણીઓએ માયાવતીના માતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી કામના કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનીલ બંસલે પણ શોક વ્યક્ત કર્યો છે.

પ્રિયંકા ગાંધી અને CM યોગીએ ટ્વિટ કરી

જ્યારે મૃત્યુની માહિતી સાર્વજનિક થઈ ત્યારે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના માતા રામરતિજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની હિંમત આપે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના પૂજનીય માતાજી શ્રીમતી રામરતિજીનું નિધન અત્યંત દુખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Mayawati Mayawati mother death Priyanka Gandhi Vadra ramrati delhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ