બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Prime Minister Narendra Modi will visit Gujarat once again.

વતનની મુલાકાત / પ્રધાનમંત્રી ફરી આવશે ગુજરાત, આ બે જિલ્લામાં કરશે રોડ શો, CR પાટીલે કરી જાહેરાત

ParthB

Last Updated: 02:12 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા PM મોદીના પ્રવાસ તેજ થયા છે. ત્યારે અગામી એપ્રિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવશે.

  • ગુજરાતમાં ચૂંટણી પહેલા PM મોદીના પ્રવાસ તેજ
  • એપ્રિલ મહિનામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે આવશે 
  • PMના પ્રવાસ માટે જવાબદારી સોંપવામાં આવી- C R પાટીલ

21 અને 22 એપ્રિલે બે દિવસના પ્રવાસે આવશે PM મોદી 

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી પહેલા PM મોદીના ફરી એક વાર ગુજરાત આવશે. અગામી 21 અને 22 એપ્રિલે મધ્ય અને ઉત્તર ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવશે. જ્યાં તેઓ  દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કામનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદ અને બનાસકાંઠામાં પ્રધાનમંત્રી રોડ શો પણ કરશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા.

વડાપ્રધાનના પ્રવાસને લઇ જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડાપ્રધાન મોદીના પ્રવાસ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રવાસને લઇ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નિમીષાબેન સુથારે 50 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી છે. જેઠા ભરવાડે 40 હજાર લોકો એકત્ર કરવાની જવાબદારી લીધી હોવાનું પાટીલે જણાવ્યું હતું.

 C R પાટીલ મધ્ય ગુજરાતના 5 જિલ્લાના હોદેદારો સાથે કરશે બેઠક 

ઉલ્લેખનીય છે કે, આગામી એપ્રિલ માસમાં PM મોદી  ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના 5 જિલ્લાના હોદ્દેદારો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમમાં મહત્વની બેઠક યોજશે. જેમાં  પીએમ મોદીના પ્રવાસની તૈયારી અંગે બેઠકમાં ચર્ચા થશે. આ સાથે સુપોષણ અભિયાન સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ