બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / prime minister narendra modi said says india ready to supply food stock to world

ગર્વની વાત / દુનિયાનું પેટ ભરવા માટે તૈયાર છે ભારત, બસ WTO તરફથી મંજૂરી મળી જાય, PM મોદીએ કહી આ વાત

Pravin

Last Updated: 02:20 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સાથે પોતાની વાતચીત દરમિયાન તેમણે વિશ્વા વેપાર સંગઠન (WTO)ની મંજૂરી મળવા પર દુનિયાને ભારતના ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવાની રજૂઆત કરી.

  • પીએમ મોદી અડાલજના કાર્યક્રમમાં વર્ચુઅલી જોડાયા હતા
  • પીએમ મોદી છાત્રાલયના ઉદ્ધાટનમાં આપી હાજરી
  • કાર્યકર્મ દરમિયાન કરેલી વાતોના અંશો 

 

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સાથે પોતાની વાતચીત દરમિયાન તેમણે વિશ્વા વેપાર સંગઠન (WTO)ની મંજૂરી મળવા પર દુનિયાને ભારતના ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવાની રજૂઆત કરી. પીએમ મોદીએ વીડિયો લિંકના માધ્યમથી અડાલજમાં શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ પરિસરના ઉદ્ધાટન કર્યા બાદ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, યુદ્ધના કારણએ દુનિયાના કેટલાય ભાગોમાં અન્નનો ભંડાર ઘટી રહ્યો છે. 

જો બાઈડેન સાથે કરી આ મુદ્દે વાત

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વૈશ્વિક ખાદ્ય ભંડાર યુક્રેન યુદ્ધના કારણે ઘટી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચીત દરમિયાન મેં કહ્યું કે, જો વિશ્વ વેપાર સંગઠન અમુક છૂટ આપશે તો, અમે દુનિયાને ભારતીય ખાદ્ય સામગ્રી સપ્લાઈ કરવાનું શરૂ કરી દઈશું.

દરેક દેશ પોતાનો સ્ટોક કરવા લાગ્યા

તેમણે વધુમાં કહ્યું કે, આજે દુનિયા એક અનિશ્ચિત સ્થિતિનો સામનો કરી રહી છે. કારણ કે કોઈને પણ એ નથી મળી રહ્યું, જે તેઓ ઈચ્છે છે. પેટ્રોલ, તેલ અને ખાતર ખરીદવાનું મોંઘુ થઈ ગયું છે. કારણ મોટા ભાગના દરવાજા બંધ થતાં જાય છે. રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી સૌ કોઈ પોતાનો સ્ટોક સુરક્ષિત કરવા માગે છે. 

યુદ્ધના કારણે અન્ન ભંડાર ખાલી થવા લાગ્યા

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા હવે એક નવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. દુનિયાનો અન્ન ભંડાર ખાલી થઈ રહ્યો છે. હું અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે પણ આ મુદ્દાને ઉઠાવ્યો છે. મેં ભલામણ કરી છે જો વિશ્વા વેપાર સંગઠન મંજૂરી આપશે, તો ભારત કાલથી જ દુનિયાને ખાદ્ય ભંડારની સપ્લાઈ કરવા માટે તૈયાર છે. 

આપણા ખેડૂતોમાં દુનિયાને ખવડાવવાની તાકાત

તેમણે કહ્યું કે, આપણી પાસે પહેલાથી જ આપણા લોકો માટે પુરતા ભોજનની વ્યવસ્થા છે, પણ આપણા ખેડૂતો પાસે દુનિયાને ખવડાવવા માટે પણ વ્યવસ્થા છે. જો કે, આપણે દુનિયાના કાયદા અનુસાર કામ કરવાનું છે. એટલા માટે મને નથી ખબર કે, વિશ્વા વેપાર સંગઠન ક્યારે મંજૂરી આપશે, જેથી આપણે દુનિયાને ભોજનની સપ્લાઈ કરી શકીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ