બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Prime Minister Narendra Modi pays obeisance to Lord Shiva at Kedarnath temple in Uttarakhand

જય ભોલે! / PM મોદીએ કેદારનાથ મંદિરમાં કરી આરતી, ભોળાનાથની પૂજા અને વિશ્વકલ્યાણની કરી પ્રાર્થના

Mayur

Last Updated: 09:39 AM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ કેદારનાથ મંદિરમાં કરી આરતી અને પૂજા કરી હતી. આજે PM મોદીના હસ્તે કેદારનાથમાં PM મોદીએ આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અને 250 કરોડની યોજનાઓનું લોકાર્પણ છે.

કેદારનાથમાં PM મોદીએ આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું હતું

પીએમ મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ કેદારનાથ મંદિરની પરિક્રમા કરી હતી

No description available.

Pm મોદીએ કેદારનાથ મંદિરમાં આરતી અને પૂજા કરી ભગવાન શિવના ચરણોમાં વંદન કર્યા હતા. 

Pm મોદીએ 15 મિનિટ સુધી આરતી અને પૂજા કરીને વિશ્વકલ્યાણની પ્રાર્થના કરી હતી. 

 

PM મોદીના હસ્તે 250 કરોડની યોજનાઓનું લોકાર્પણ

PM મોદી આજે કેદારનાથની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કર્યું છે. સાથે PM મોદીના હસ્તે 250 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને બીજા તબક્કાની યોજનાઓ માટે 150 કરોડના કામનું શિલાન્યાસ  થયો હતો. કેદારનાથ ધામના મુખ્ય પૂજારી PM મોદીને પૂજા-અર્ચના કરાવશે તો સાથે સરસ્વતી ઘાટ, પુરોહિતના આવાસ સુરક્ષા દીવારનું લોકાર્પણ કાર્યક્રમ પણ છે.

પૂજા દરમિયાન PM મોદી બાગંબર વસ્ત્ર ભગવાનને અર્પણ કરી PM મોદી કેદારનાથથી દેશને સંબોધન પણ કરશે
આ સાથે PM મોદીના સંબોધનનું 87 સ્થળે થશે લાઈવ કાર્યક્રમ

12 જ્યોતિર્લિંગને ઓનલાઈન જોડવાની તૈયારી
કેદારનાથ સહિત દેશની તમામ દિશાઓમાં સ્થાપિત 12 જ્યોતિર્લિંગોને ઓનલાઈન જોડવાની તૈયારી પણ ચાલી રહી છે. પીએમની મુલાકાત દ્વારા તમામ જ્યોતિર્લિંગોને એક સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવશે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન યાત્રીઓ બાબા કેદારના દર્શન કરી શકશે નહીં. કેદાર ઘાટીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટર ઓપરેશન પણ બંધ રહેશે. રાજ્યના 35 શિવાલયોમાં વડાપ્રધાનના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે.

મૂર્તિનું અનાવરણ 
મૈસુરના શિલ્પકાર યોગીરાજ શિલ્પીએ શંકરાચાર્યની પ્રતિમા તૈયાર કરી છે
શ્રી કેદારનાથ ધામમાં આદિગુરુ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી કૃષ્ણશિલા પથ્થરની બનેલી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પી યોગીરાજ શિલ્પીએ 120 ટનના પથ્થર પર શંકરાચાર્યની મૂર્તિ કોતરેલી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિમાનું અનાવરણ કરશે. વર્ષ 2013માં થયેલી દુર્ઘટનામાં શંકરાચાર્યની સમાધિ ધોવાઈ ગઈ હતી.

આદિગુરુ શંકરાચાર્યની સમાધિની ખાસ રચના કરવામાં આવી છે
મૂર્તિને ચમકવા માટે નારિયેળ પાણીથી પોલિશ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેદારનાથ ધામના પુનઃનિર્માણ કાર્ય હેઠળ આદિગુરુ શંકરાચાર્યની સમાધિને ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવી છે. આદિગુરુ શંકરાચાર્યની સમાધિ કેદારનાથ મંદિરની પાછળ છ મીટર જમીનમાં ખોદકામ કરીને બનાવવામાં આવી છે.

સમાધિની મધ્યમાં મૈસુરના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાના નિર્માણ માટે દેશભરના શિલ્પકારોએ પોત-પોતાના નમૂના રજૂ કર્યા હતા. જે બાદ પ્રતિમા તૈયાર કરવા માટે વડાપ્રધાન કાર્યાલય તરફથી યોગીરાજ શિલ્પીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ