બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / prime minister narendra modi controversial hoarding in prayagraj 5 arrested

BIG NEWS / દેશનાં પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત હોર્ડીંગ લગાવવા બદલ લેવાયા એક્શન, 5 ની ધરપકડ, અહીંથી મળ્યો હતો ઓર્ડર

Pravin

Last Updated: 01:29 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ હોર્ડિંગ લગાવવાના કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી લીધી છે. આ હોર્ડિંગ્સ માટે તેલંગણામાંથી ઓર્ડર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.

  • પ્રયાગરાજમાં પીએમ મોદી વિરુદ્ધ હોર્ડિંગ લાગ્યા
  • હોર્ડિંગ્સ લગાવનારા 5 લોકોની પોલીસે ધરપકડ કરી
  • તેલંગણામાંથી ઓર્ડર મળ્યો હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ હોર્ડિંગ લગાવવાના કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે દાવો કર્યો છે કે, આ ષડયંત્ર તેલંગણામાં રચવામાં આવ્યું અને તેના પોસ્ટર તેલંગણા રાષ્ટ્ર સમિતિના એક નેતાએ ફોન દ્વારા એક ઈવેન્ટ મેનેજમેંટ કંપનીના સંચાલક પાસે છપાવ્યા હતા. આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે, આ કામ માટે કંપની સંચાલકને તેલંગણામાંથી ફોન આવ્યો અને તેને 10 હજાર રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 

હકીકતમાં જોઈએ તો, શુક્રવારે અડધી રાતે અમુક અરાજક તત્વોએ પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ શહેરમાં પોલીસ લાઈન આરડી પેલેસ નજીક એક હોર્ડિંગ લગાવી દીધું હતું. જેથી સૂચના મળ્યા બાદ પોલીસે આ હોર્ડિંગ પ્રયાગરાજ નગર નિગમની મદદથી હટાવી દીધું હતું. ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના એક નેતા સહિત ત્યાં આવતા જતા લોકોની નજર આ હોર્ડિંગ પર પડી તો તેમણે પોલીસને સૂચના આપી અને ત્યાર બાદ શનિવારે આ હોર્ડિંગ હટાવી દેવામાં આવ્યું હતું. મામલામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હોર્ડિંગ લગાવ્યા બાદ મજૂરો પાસે પૂછપરછ કરતા સીસીટીવી ફુટેજના આધાર પર પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. 

10 હજારમાં આપ્યો હતો હોર્ડિંગ લગાવાનો કોન્ટ્રાક્ટ

આ મામલામાં પોલીસે ઈવેન્ટ કંપનીના સંચાલક, પ્રિન્ટિંગ પ્રેસના માલિક અને મજૂરો સહિત 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા કંપની સંચાલક અનિકેત કેશરવાનીએ પોલીસને જાણકારી આપી છે કે, તેની પાસે સાઈ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. જે તેલંગણાનો હોવાનો કહેવાય છે. આ પોસ્ટર છપાવવા અને લગાવવા માટે 10 હજારનો કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. 

શું હતું હોર્ડિંગમાં ? 

પ્રધાનમંત્રી મોદીના વિવાદીત હોર્ડિંગમાં હૈશટૈગ #ByeByeModi લખ્યું હતું અને તેમાં હટાવાયેલા કૃષિ કાયદા, નોકરીઓ, રસોઈ ગેસના વધતા ભાવ જેવા વગેરે મુદ્દાઓનો ઉલ્લેખ હતો. હોર્ડિંગ્સ પર લખ્યું હતું. આપે કૃષિ કાયદાનો વિરોધ દરમિયાન કેટલાય ખેડૂતોનો જીવ લઈ લીધો અને યુવાનોના સપના કોન્ટ્રાક્ટ પદ્ધતિની નોકરીઓમાં માર્યા ગયા. તેમાં પીએમ મોદીના એક કેરીકેચરને પણ દર્શાવામાં આવ્યું હતું. જેની નજીક રૂપિયા 1105 ની કિંમતવાળો ગેસ સિલેન્ડર પણ રાખેલો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ