બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Prime Minister Narendra Modi chairs a meeting to review the Ukraine-related situation

BIG BREAKING / VIDEO: PM મોદીએ ફરી બોલાવી હાઇ-લેવલ મીટિંગ, યુક્રેન યુદ્ધ મુદ્દે પરિસ્થિતિની સમીક્ષા

Pravin

Last Updated: 11:36 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને અઠવાડીયાથી વધારેનો સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે જંગ ખરાખરીનો જામ્યો છે.

  • રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
  • ભારતીય નાગરિકોને કાઢવામાં લાગી છે સરકાર
  • મોદી સરકારની ફરી આજે હાઈ લેવલની મિટીંગ

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને અઠવાડીયાથી વધારેનો સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે જંગ ખરાખરીનો જામ્યો છે. એકેય દેશ પાછીપાની કરવા તૈયાર નથી, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને કાઢવાના કામમાં તેજી આવે છે. આ બાબતને લઈને ભારતમાં આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક રિવ્યૂ મીટિંગ થઈ રહી છે. જેમાં મોદી કેબિનેટના મંત્રીઓ અને ટોપ અધિકારીઓ આ મિટીંગમાં સામેલ છે. 

 

વધું એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી

ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મોત બાદ હવે યુક્રેનની રાજધાની કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે જનરલ વીકે સિંહે કહ્યું કે, 'કીવના એક વિદ્યાર્થીને ગોળી વાગી હોવાની જાણ થઈ છે અને તેને તાત્કાલિક કીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.' યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈ જ ધર્મ અને રાષ્ટ્રીયતાને નથી જોતી.

ચાર કેન્દ્રીય મંત્રીએ મોર્ચો સંભાળ્યો

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનમાંથી સતત ભાગી રહ્યાં છે અને તેઓ ભારત પરત ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચાર કેન્દ્રીય મંત્રીઓ, હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વી.કે સિંહ યુક્રેનની નજીક આવેલા દેશોમાં સ્થળાંતરના પ્રયાસોની દેખરેખ રાખી રહ્યાં છે.

પંજાબના બરનાલાના એક 22 વર્ષના વિદ્યાર્થીનું પણ મોત

બીજી તરફ પંજાબના બરનાલા જિલ્લાના એક 22 વર્ષીય વિદ્યાર્થીનું પણ બુધવારનાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મોત નિપજ્યું હતું. મગજમાં લોહીના પ્રવાહમાં અવરોધની બિમારી માટે લગભગ એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 'ચંદન જિંદલને યુક્રેનના વિનિત્સિયા ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીના પરિવારે સરકારને તેના મૃતદેહને પરત લાવવા વિનંતી પણ કરી છે.'

બિડેને રશિયાને કરી ફાયરિંગ બંધ કરવા વિનંતી

યૂરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાને અપીલ કરી છે કે, પ્લાન્ટની આસપાસ ફાયરિંગ બંધ કરો અને આગ બુઝાવવા માટે ઈમરજન્સી સેવાઓને પોતાનું કામ કરવા દો.


બ્રિટને UNSC સાથે કરી આપાતકાલીન બેઠક બોલાવવાની માંગ

Zaporizhzhya ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયન હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ હુમલા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. અહેવાલો અનુસાર, ન્યુક્લિયર પ્લાન્ટમાં આગ ઓલવવા જઈ રહેલા યુક્રેનિયન સૈનિકોને પણ રશિયન સેનાએ રોકી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ