બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ખોરાક અને રેસીપી / prices of edible oil to be softened

રાહત / ગૃહિણીઓ માટે સારા સમાચાર, મોદી સરકારના આ નિર્ણય બાદ ઘટશે તેલના ભાવ

Khevna

Last Updated: 04:51 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે EDIBLE OIL ના રેટ્સમાં વધારો જોવા મળ્યો. સરકારે એક જરૂરી નિર્ણય લીધો છે, જેથી એક વાર ફરી વધી રહેલા ભાવો ઘટી શકે છે.

  • સરકારે ભર્યા આ પગલાઓ
  • આ ડેટ સુધી લાગુ રહેશે ડ્યુટીમાં ઘટાડાનો નિર્ણય 
  • SEAએ કર્યું નિર્ણયનું સ્વાગત 

 

Edible Oil Price: ગયા વર્ષે સરસવ તેલ, રિફાઈંડ ઓઈલ સહીત બધા EDIBLE OIL ના રેટ્સમાં વધારો જોવા મળ્યો. સરકારે આ તેલની કિંમતો ઘટાડવા માટે ઘણા પગલાઓ ભર્યા હતા. એક વાર ફરી સરકારે એક જરૂરી નિર્ણય લીધો છે, જેથી એક વાર ફરી વધી રહેલા ભાવો ઘટી શકે છે. 

ગયા અમુક દિવસોમાં EDIBLE OILના રેટમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં નરમી લાવવા માટે સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો હતો. આ માટે કેંદ્ર સરકારે શનિવારે ક્રૂડ પામ ઓઈલના ઈમ્પોર્ટ પર લાગવાવાળા ઈફેક્ટીવ શુલ્ક ઘટાડ્યું છે, જેથી કુકિંગ ઓઈલના ભાવો ઘટવામાં મદદ મળશે. આ સાથે જ દેશની ઓઈલ પ્રોસેસિંગ કંપનીઓને પણ સપોર્ટ મળશે. આવો જાણીએ કે સરકારે પામ ઓઈલના ઈમ્પોર્ટ પર લાગવાવાળા ઈફેક્ટીવ શુલ્કમાં કેટલો ઘટાડો કર્યો છે. 

સરકારે ભર્યા આ પગલાઓ
કેંદ્ર સરકારે શનિવારે ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીને 8.25 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી છે. ક્રુડ પામ ઓઈલ પર બેસિક કસ્ટમ ડ્યુટી પહેલાથી જ NIL છે તથા હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટર ટેક્સેજ એંડ કસ્ટમ્સએ એક નોટીફિકેશન જાહેર કરી એક એગ્રી ઇન્ફ્રા ડેવલપમેન્ટ સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. આ બદલાવ 13 ફેબ્રુઆરી, 2022 થી પ્રભાવી થઇ ગયો છે. એગ્રી ડેવલપમેન્ટ સેસ તથા સોશિયલ વેલફેયર સેસમાં આ કમી બાદ ક્રુડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 8.25 ટકાથીન ઘટીને 5.5 ટકા પર આવી ગઈ છે. 

આ ડેટ સુધી લાગુ રહેશે ડ્યુટીમાં ઘટાડાનો નિર્ણય 
સીબીઆઈસીએ એક નોટીફિકેશન જાહેર કરી ક્રુડ પામ ઓઈલ તથા અન્ય ક્રુડ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં કરાયેલ ઘટાડાને છ મહિના વધાર્યો છે. આ પ્રકારે ડ્યુટીમાં થયેલ ઘટાડો 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ઇન્ડસ્ટ્રી બોડી SEA ક્રુડ પામ ઓઈલ તથા રિફાઈંડ પામ ઓઈલ પર લાગવાવાળા ડ્યુટીના અંતરને 11 ટકા પોઈન્ટ પર રાખવાની માંગની કરી રહી છે. આનું કારણ એ છે કે રિફાઈંડ ઓઈલના વધારે ઈમ્પોર્ટથી ઘરેલું રીફાઈનરીઓ પર અસર જોવા મળે છે. રીફાઈંડ પામ ઓઈલ પર ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યુટી 13.75 ટકા છે. 

સરકારે ઘણી વાર કર્યા ઉપાયો 
ગયા વર્ષે EDIBLE OILSની કિંમતો સતત વધારે રહી. આ કારણે સરકારે વિભિન્ન મોકાઓ પર પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો. આ કારણે ઘરેલું સ્તર પર તેલોની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી. 

​​​​​​​

SEAએ કર્યું નિર્ણયનું સ્વાગત 
સોલ્વેંટ એક્સટ્રેકર્સ એસોસીએશનના એક્સીક્યુટીવ ડાયરેક્ટર બી બી મહેતાએ કહ્યું કે સરકારે ક્રુડ પામ ઓઈલ પર એગ્રી સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યું છે. તેમણે કહ્યું કે આ સ્વાગત યોગ્ય નિર્ણય છે, પરંતુ ઘરેલું રિફાઈનરીઓને સપોર્ટ આપવા માટે પુરતો નથી. મહેતાએ કહ્યું કે SEAએ ડ્યુટીમાં ઓછામાં ઓછા 11 ટકા પોઈન્ટનું અંતર રાખવાનો આગ્રહ કર્યો છે, જેથી ઘરેલૂ રીફૈનારીઓને સારી રીત ઓપરેટ થવામાં મદદ મળશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ