બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Press conference of Gandhinagar Range IG on the issue of head clerk paper leak

BIG NEWS / હેડક્લાર્ક કાંડ : પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયું લીક, ગાંધીનગર રેન્જ IGએ કર્યા મોટા ખુલાસા

Vishnu

Last Updated: 06:41 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પેપર લીક કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓના જ્યુડિશિયલ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વધુ 4 લોકો પોલીસ જાપ્તામાં આવ્યા બાદ મોટા ઘટસ્ફોટ થયા છે

  • હેડ ક્લાર્ક પરીક્ષા ભરતી પરીક્ષા પેપરલીક મામલો
  • ગાંધીનગર રેન્જ IGએ કરી પત્રકાર પરિષદ
  • સાણંદના કિશોર આચાર્ય  પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર કર્યું લીક

પેપરલીક મામલે ગાંધીનગર રેન્જ IGએ કહ્યું સાણંદના કિશોર આચાર્ય જે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે તેણે આ પેપર ફોડ્યું તેણે આ પેપર મંગેશ સીરકેને આપ્યુ,  દિપક મહેન્દ્રભાઇ પટેલ જે સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તે અને દેવલ પટેલ જે પેપર કાંડમાં મુખ્ય આરોપી છે તે બંને સાથે કામ કરે છે. દિપક પટેલનું પૂછપરછ કરતાં  મંગેશ સીરકેનું નામ સામે આવ્યું હતું. જેની પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી કિશોર આચાર્ય પાસેથી પેપર લીધું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કિશોરની પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું હતું કે 10 તારીખે ખાનગી રીતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી મંગેશ સીરકેને રૂપિયા લઈ આપી દીધું હતું. મંગેશ સીરકે પાસેથી પોલીસે 7 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે. મંગેશ સીરકેએ 10 તારીખે જ પેપર પ્રેસના કર્મચારી  કિશોર આચાર્ય પાસેથી લીધું હતું જે બાદ દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર રૂપિયા લઈ આપી દીધું હતું

આ કડી મહત્વની સાબિત થઈ
પેપર લીક કેસમાં હવે અમદાવાદના એમ્બ્યુલન્સ ચાલકનું નામ સામે આવ્યું હતું. દીપક નામના એમ્બ્યુલન્સ ચાલક પાસેથી જ પેપર લીક કેસના મુખ્ય આરોપી જયેશ અને દેવલ પટેલે 30 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા છે. દીપક ઉપરાંત અમદાવાદના સિંગરવા અને વાડજના યુવકોની પણ આ જ કેસમાં અટકાયત કરવામાં આવી હતી. જે બાદ મંગેશ શિર્કે જે અમદાવાદની ઓઢવની હોસ્પિટલમાં નોકરી કરે છે તેના સુધી કડી મળી હતી. ત્યાર બાદ સૌથી મોટો ખુલાસો થયો હતો કે સાણંદની પ્રેસ કે જ્યાં પરીક્ષાના પેપર છપાય છે ત્યાંના મેનેજર કિશોર આચાર્ય પાસેથી પેપર લીધું હતું. જે બાદ તપાસનો રેલો પ્રિન્ટિગ પ્રેસ સુધી પહોંચ્યા હતો આરોપી મેનેજરની કડક પૂછપરછ કરવામાં આવતા કિશોર આચાર્યએ ચોરીથી પેપર પ્રેસમાંથી લઈ લીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ તેણે મંગેશ શિર્કેને અને શિરકેએ તે પેપર દિપક મહેન્દ્રભાઇ પટેલ, દેવલ પટેલને આ પેપર આપી દીધું હતું. જેમણે પણ અન્યોને આ પેપર પહોંચાડી સમગ્ર કાંડ રચ્યો હતો. આ ખુલાસા બાદ હવે પેપર રદનો નિર્ણય લેવાય તો નવાઈની વાત નથી

હેડ ક્લાર્કનું પેપર પ્રિન્ટિગ પ્રેસમાંથી લીક થયું હતું, શું હતો ઘટના ક્રમ

  • સાણંદના કિશોર આચાર્યએ પ્રિન્ટિગ પ્રેસ માંથી પેપર લીધું હતું 
  • હેડ ક્લાર્કનું પેપર અમદાવાદના સાણંદમાં જ છપાયું હતું
  • કિશોર આચાર્ય પ્રિન્ટિગ પ્રેસનો મેનેજર હતો 
  • કિશોરે નવરંગપુરાના મંગેશ શિર્કેને આપ્યું હતું  
  • મંગેશ શિર્કે અમદાવાદની ઓઢવની હોસ્પિટલમાં નોકરી કરે છે
  • મંગેશે દેવલ પટેલને આપ્યું હતું અને દેવલે બીજાને આપ્યું

પેપરકાંડમાં અત્યારસુધી શું થઈ કાર્યવાહી?
અમદાવાદના સિંગરવા અને વાડજના 4 યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સમગ્ર કૌભાંડ મામલે 11 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે જેમાં 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને તેમના 9 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ આરોપીઓ 27મી ડિસેમ્બર સુધી  રિમાન્ડ પર રહેશે. તમામ ઝડપાયેલા આરોપીઓના આઠેય આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ હિંમતનગર લઈ જવાયા છે જો કે, મુખ્ય સુત્રધાર મનાતો  એક આરોપી જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે.આ સિવાયના બે અન્ય  આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે. રિમાન્ડ પર રહેલા તમામ આરોપીઓની હવે સાબરકાંઠા પોલીસ પૂછપરછ કરશે.

ખાનગી પ્રેસમાંથી પેપર લીક થયાની સંભાવના સાચી પડી
વીટીવી ગુજરાતીએ તેના અહેવાલમાં દર્શાવ્યું હતું કે હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક પ્રેસ માંથી જ થયું છે જે વાત આજે સાચી ઠરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ