બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / President Trump could face lawsuits, this country's court has issued a warrant

કાર્યવાહી / પ્રમુખ ટ્રમ્પની સામે ચાલી શકે છે અદાલતી ખટલો, આ દેશની કોર્ટે જાહેર કર્યું વોરંટ

Nirav

Last Updated: 11:36 PM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોશિંગ્ટનના ઈશારે કરવામાં આવેલા ડ્રોન એટેકની તપાસના આદેશ ઈરાકની કોર્ટે આપ્યા છે. આ હુમલામાં જનરલ કાસિમ સોલિમાની અને અબુ મહદી અલ મુહાંદિસ માર્યા ગયા હતા. જેની ધરપકડનું વોરંટ પ્રિમેટેડ હત્યાના આરોપો માટે હતું, જેમાં આરોપ સાબિત થાય તો ફાંસીની સજા આપવામાં આવે છે.

  • ઈરાકની અદાલતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામે જાહેર કર્યું વોરંટ 
  • હવે માત્ર થોડા દિવસો માટે ટ્રમ્પ છે અમેરિકાના પ્રમુખ 
  • 20મી જાન્યુઆરીએ નવા પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાયડન લેશે શપથ

અહીં અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડનની જીત પર મહોર લગાવાઈ છે. તે જ સમયે, ઇરાક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું  વોરંટ જાહેર કરાયું છે. ઈરાકી કોર્ટે જનરલ કાસિમ સુલેમાનીની હત્યાથી સંબંધિત કેસમાં આ વોરંટ જાહેર કર્યું છે. સુલેમાની જાન્યુઆરીમાં બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બહાર માર્યો ગયો હતો.

ઇરાકની અદાલતે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે જાહેર કર્યું વોરંટ 

ટ્રમ્પ ની વિરુધ્ધનું આ વોરંટ બગદાદની અદાલતે જાહેર કર્યું છે. આ સિવાય કોર્ટે વોશિંગ્ટનના ઇશારે કરવામાં આવેલા ડ્રોન એટેકની પણ તપાસના આદેશ આપ્યા છે. આમાં જનરલ સુલેમાની અને અબુ મહદી અલ મુહાંદિસ માર્યા ગયા હતા. કોર્ટની મીડિયા ઓફિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ધરપકડનું વોરંટ પ્રિમેટેડ હત્યાના આરોપો માટે હતું, જેમાં આરોપ સાબિત થાય તો ફાંસીની સજા આપવામાં આવે છે. જોકે આ અસંભવિત છે, તે ટ્રમ્પ માટે એક સંકેત છે.

અલ મુહંદીસ સરકારના એકત્રીકરણ દળમાં નાયબ મંત્રી હતા. તે એક જૂથ છે જેમાં ઈરાન સમર્થિત જૂથના લડવૈયાઓ સામેલ છે. ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે આ જૂથની રચના કરવામાં આવી હતી. તે જ સમયે, સુલેમાની પાસે ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સની કુદસ ફોર્સની કમાન્ડ હતી. સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, મુહંદીઓના સબંધી હોવાનો દાવો કરનારા લોકોનાં નિવેદનો સાંભળીને કોર્ટે ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે.

હાલમાં અમેરિકામાં પણ ચાલી રહ્યું છે રાજકીય સંકટ 

તે જ સમયે અમેરિકામાં પણ હાલમાં રાજકીય સંકટ છે. ટ્રમ્પ સમર્થકોએ દેશના સંસદ ભવનમાં હંગામો મચાવ્યો હતો. આ હિંસક તોફાનમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે નવેમ્બરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડન જીતી ગયા હતા, પરંતુ ટ્રમ્પ હાર માનવા તૈયાર ન હતા. તેઓ સતત તેમના ઉપર ચૂંટણી પ્રણાલીમાં ગરબડ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા. આ કટોકટીની વચ્ચે દેશમાં ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Iraq USA president donald trump અમેરિકા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ Proceedings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ