કોરોનાના બૂસ્ટર ડોઝને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશમાં તારીખ 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ વયજૂથ ધરાવતા લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
10 એપ્રિલથી 18 વર્ષથી વધુ વયજૂથ ધરાવતા લોકોને મળશે બૂસ્ટર ડોઝ
આ બૂસ્ટર ડોઝ તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે
12 થી 14 વર્ષની વય જૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લઇ લીધો છે
10 એપ્રિલથી 18 વર્ષથી વધુ વયજૂથ ધરાવતા લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ બૂસ્ટર ડોઝ તમામ ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. પ્રથમ ડોઝ અને બીજા ડોઝ માટે સરકારી વેક્સિનેશન કેન્દ્રો દ્વારા ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમ સાથે આરોગ્ય કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વય જૂથો માટે બૂસ્ટર ડોઝ શરૂ રહેશે. આ સાથે જ તેને વધુ વેગ આપવામાં આવશે.
Those who are 18 years of age & have completed 9 months after the administration of second dose, would be eligible for precaution dose at private vaccination centres: Ministry of Health
મળતી માહિતી અનુસાર, 18+ વય જૂથના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને બૂસ્ટર ડોઝ મેળવી શકશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જેમણે બીજો ડોઝ લઇ લીધો છે અને 9 મહિના પૂર્ણ કર્યા છે તેઓ બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
12થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લઇ લીધો છે
અત્યાર સુધીમાં દેશની તમામ 15+ ની વસ્તીમાંથી લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક કોરોનાનો ડોઝ મેળવી લીધો છે જ્યારે 15+ વય જૂથમાંથી લગભગ 83% લોકોએ બંને ડોઝ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ વય જૂથોને પણ 2.4 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. 12થી 14 વર્ષની વયજૂથના 45% લોકોએ પણ પ્રથમ ડોઝ લઇ લીધો છે.
તમને જણાવી દઈએ કે, 6 માર્ચથી દેશમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 12થી 14 વર્ષના બાળકોને Corbevax રસી આપવામાં આવશે. Corbevax ને Biological E Limited કંપની બનાવવામાં આવેલ છે.