બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Praying for a dear friend: PM Modi's statement on the attack on Shinzo Abe

BIG NEWS / પ્રિય મિત્ર માટે કરી રહ્યા છીએ પ્રાર્થના: શિન્ઝો આબે પર થયેલા હુમલા મામલે PM મોદીનું નિવેદન

Priyakant

Last Updated: 12:23 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સારવાર હેઠળ રહેલા પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને લઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી સંવેદના પ્રગટ કરી

  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેની મિત્રતા જાણીતી
  • મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી: મોદી 
  • અમારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે: વડાપ્રધાન મોદી 

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને નારા શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. પાછળ ઉભેલા એક વ્યક્તિએ અચાનક તેના પર હુમલો કર્યો. જે બાદ શિન્ઝો આબે નીચે પડી ગયા હતા. હાલમાં સારવાર હેઠળ રહેલા પૂર્વ વડાપ્રધાનને લઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી સંવેદના પ્રગટ કરી હતી. આ સાથે અમેરિકા વતી રાજદૂત રામ ઈમેન્યુઅલે પણ સમગ્ર ઘટનાને લઈ ટ્વિટ કર્યું છે. 

પીએમ મોદીએ ટ્વિટ કર્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેની મિત્રતા જાણીતી છે. આબે પર હુમલા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મારા પ્રિય મિત્ર આબે શિન્ઝો પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.

 

ઓસ્ટ્રેલિયાના પીએમએ પણ સંવેદના વ્યક્ત કરી 

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બાનીસે શિન્ઝો આબે પર થયેલા હુમલા અંગે કહ્યું કે, પૂર્વ પીએમ શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હતી... આ એકદમ ચોંકાવનારા સમાચાર છે. આ સમયે તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે અમારી સંવેદના છે.

બ્રિટનના પીએમ બોરિસ જોન્સને પણ શોક વ્યક્ત કર્યો 

શિન્ઝો આબે પર થયેલા આ હુમલાને લઈને બ્રિટનના પીએમ બોરિસ જોન્સન તરફથી પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, શિન્ઝો આબે પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમના શુભચિંતકો અને પરિવાર પ્રત્યે મારી સંવેદના.

અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદન

અમેરિકા વતી રાજદૂત રામ ઈમેન્યુઅલે શિન્ઝો આબે વિશે કહ્યું કે, આબે જાપાનના મહાન નેતા છે અને અમેરિકાના સારા મિત્ર પણ છે. અમેરિકાની સરકાર અને લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અમે જાપાનના લોકો અને તેમના પરિવાર સાથે ઉભા છીએ.

તે જ સમયે, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંઝો આબે વિરુદ્ધ હિંસક હુમલા વિશે સાંભળીને અમે આઘાત અને દુઃખી છીએ. અમે રિપોર્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેમના પરિવાર અને જાપાનના લોકો પ્રત્યે અમારી સંવેદના.

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શુ કહ્યું ? 

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ આ હુમલા વિશે કહ્યું કે, આ બર્બર અને દુર્ભાવનાપૂર્ણ છે અને તેને સહન કરી શકાય નહીં. અમે અમારાથી બનતું બધું કરીશું... આ સમયે, ડૉક્ટર શિન્ઝો અબેને બચાવવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ