અભિનેતા પ્રતિક ગાંધીનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ ટ્વીટમાં અભિનેતાએ મુંબઈ પોલીસ દ્વારા અપમાનિત થવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમને મુંબઈ પોલીસ દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા, કેમકે તેમણે વીઆઈપી મુવમેન્ટ વચ્ચે રસ્તા પર ચાલવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, અભિનેતાએ એમ પણ જણાવ્યું કે પોલીસે તેમને એક ગોદામમાં પણ ધકેલી દીધા હતા. અભિનેતાનાં આ ટ્વીટ પર ફેન્સે પણ પ્રતિક્રિયાઓ આપી છે.
Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated
પ્રતિક ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મુંબઈ WEH પર વીઆઈપી મુવમેન્ટને કારણે જામ હતો. મેં શૂટ લોકેશન પર પહોંચવા માટે રસ્તા પર ચાલવાનું શરુ કરી દઈશું હતું અને ત્યારે જ પોલીસે મને ખભ્ભાથી પકડી લીધો. તેમણે વગર કોઈ ચર્ચાએ મને સંગમરમરનાં ગોદામમાં ધકેલી દીધો. આ ટ્વીટ સાથે તેમણે હેશટેગ અપમાનિત પણ લખ્યું છે. જણાવી દઈએ કે WEH મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે છે.
પ્રતિક ગાંધીનાં આ ટ્વીટ પર યૂઝર્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરની મુલાકાત લઇ રહ્યા હોય એટલા માટે આવું બની શકે છે. જ્યારે પ્રતિકે પણ આ કમેન્ટનો જવાબ આપતા લખ્યું છે કે ઉપ્પ્સ મને ખબર ન હતી.
ફિલ્મ ફૂલેમાં જોવા મળશે પ્રતિક ગાંધી
Honoured to take Mahatma Phule’s legacy to the world as an actor along with @Patralekhaa9 in #Phule
On the occasion of 195th birth anniversary of Jyotiba Phule, unveiling the first look of ‘Phule’, the Hindi biopic, directed by @ananthmahadevanpic.twitter.com/cdZwadDaOC
વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રતિક ગાંધી ફિલ્મ ફૂલેમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે પત્રલેખા પણ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર સામે આવી ચુક્યું છે. ફિલ્મમાં પ્રતિક ગાંધી 'જ્યોતિબા ફૂલે' અને પત્રલેખા 'સાવિત્રી ફૂલે'નાં પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, પ્રતિક ગાંધી પાસે વિદ્યા બાલન અને ઈલિયાના ડિક્રુઝ સાથે પણ એક પ્રોજેક્ટ છે.