બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prasad of Mohanthal became the first choice of devotees in Ambaji temple

SHORT & SIMPLE / ચિક્કી નહીં ભક્તોને તો મોહનથાળ જ ચડિયાતો: 14 હજાર બોક્સનું થયું વેચાણ, ચિક્કીનું વેચાણ એકદમથી ઘટ્યું

Malay

Last Updated: 12:44 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ જ ભક્તોની પહેલી પસંદ બન્યો છે. અંબાજીમાં ગઈકાલે એક જ દિવસમાં 14 હજાર મોહનાથાળના પેકેટની સામે ચિક્કીના માત્ર 1600 પેકેટ જ વેચાયા છે.

 

  • મોહનથાળના પ્રસાદનું ધૂમ વેચાણ
  • મોહનથાળના 14 હજારથી વધુ પેકેટ વેચાયા
  • ચિક્કીના માત્ર 1600 પેકેટ જ વેચાયા

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ પુરજોશમાં થઈ રહ્યું છે. મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતા ચિક્કીનું વેચાણ ઘટ્યું છે. ગઈકાલે 14 હજાર મોહનથાળના પેકેટની સામે ચિક્કીના માત્ર 1 હજાર 600 પેકેટ વેચાયા છે. આપને જણાવી દઈએ કે, મંદિરમાં જ્યારે મોહનથાળનો પ્રસાદ બંધ હતો ત્યારે ચિક્કીના 2 લાખથી વધુ પેકેટ વેચાયા હતા.

માઈ ભક્તોની પહેલી પસંદ મોહનથાળ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદીને લઈને વિવાદ વકરતા ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો છે. મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ થતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ અંબાજીમાં મોહનાથાળનો પ્રસાદ જ ભક્તોની પહેલી પસંદ બન્યો છે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આવતાની સાથે જ ચિક્કીનું વેચાણ ઘટ્યું છે. આજે મોહનથાળના કાઉન્ટર ઉપર મોટી સંખ્યામાં લાઈનો લાગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Mohanthal Prasad અંબાજી મંદિર અંબાજી મોહનથાળ મોહનથાળ પ્રસાદ SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ